• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Dha Nakhai In The Organization In Front Of The President Of The Corporation, Ward No. Controversy Erupted Over The Tearing Down Of A Meeting Resolution At The 7th Tree Planting Program

વિવાદ:પાલિકા પ્રમુખની સામે સંગઠનમાં ધા નખાઇ, વોર્ડ નં. 7ના વૃક્ષારોપણના કાર્યક્રમમાં સભાનો ઠરાવ ફાડી નાખ્યાનો વિવાદ વકર્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકોએ પુરાવા ભાજપ પ્રમુખને આપ્યા
  • પાલિકામાં​​​​​​​ સત્તાપક્ષમાં ધુધવાયેલા વાતાવરણને કારણે વિકાસ કામોને થઇ રહી છે અસર : પ્રમુખ સામે પડદા પાછળ ચાલતી સહી ઝુંબેશ

ગાંધીધામ નગરપાલિકામાં પદાધિકારીઓ વચ્ચેના કેટલાક અહમની લડાઇને કારણે સંઘર્ષ ઉભા થાય છે. વાદ-વિવાદ સાથે વિકાસ કામને પણ અડચણ આવી રહી છે. તાજેતરમાં બે પદાધિકારીઓ વચ્ચે ઠરાવને લઇને ઉગ્ર દલીલબાજી થઇ હતી. પાલિકા પ્રમુખની ચેમ્બરમાં થયેલા આ બનાવ પછી અગાઉ વોર્ડ નં.7માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ પાલિકા પ્રમુખે નાગરીકો સાથે દલીલ કરીને મંજુરીનો કાગળ ફાડી નાખ્યાના મુદ્દે થયેલા વિવાદમાં રહીશો દ્વારા શહેર ભાજપ સંગઠનને પુરાવા આપીને પગલા ભરવા માગણી કરી હોવાના સંકેત મળી રહ્યા છે.

જ્યારે બીજી બાજુ કોઇ સહી ઝૂંબેશને પણ પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલી હિલચાલ કેટલી સફળ થાય છે તે તો સમય આવ્યે ખ્યાલ આવશે. અત્યારે તો બહાર ભલે વાતાવરણ ઠંડુ હોય નગરપાલિકાના રાજકારણમાં ગરમી જરૂર જોવા મળે છે. નગરપાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણી દ્વારા તાજેતરમાં યોજાયેલા સત્કર્મ સેવા ટ્રસ્ટના વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિવાદ થયો હતો. પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણીએ રહીશો સાથે કહેવાય છે કે, બોલાચાલી કરી હતી અને મંજુરીનો કાગળ જે સામાન્ય સભાનો હતો તે ફાડી નાખ્યો હતો. જોકે, પાલિકા પ્રમુખે દાવો કર્યો હતો કે આ કાગળ ફાડી નાખ્યો નથી.

તેમની પાસે દિવાલ ચણીને દબાણ કરાતું હોવાની ફરિયાદ આવી હતી. તેવી વાત પણ જણાવી હતી. દરમિયાન આ મામલો રહીશો દ્વારા શહેર ભાજપ સંગઠનમાં લઇ જવાયો છે. શહેર પ્રમુખને આ બાબતની પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હોવાના સંકેત મળી ર હ્યા છે.

પરંતુ તેને સત્તાવાર સમર્થન મળતું નથી. અલબત આ મામલો જિલ્લા કક્ષાએ પણ કંઇક રિપોર્ટંીગ થયાની વાત ચર્ચાસ્પદ બની છે. દરમિયાન તાજેતરમાં પાલિકા પ્રમુખ ટિલવાણી અને સત્તાપક્ષના નેતા વિજયસિંહ જાડેજા વચ્ચે પાલિકાની સભાના કોઇ ઠરાવ બાબતે રકઝક થઇ હતી. આમને સામને દલીલો થઇ હતી અને વાતાવરણ ચેમ્બરનું ગરમ બની હોવાનો ચણભણાટ ભાજપમાં હાલ ચાલી રહ્યો છે.

નવા જૂની થશે કે ધીના ઠામમાં ઘી પડી જશે
નગરપાલિકામાં સત્તાપક્ષમાં જે અંદરોઅંદર વાતાવરણ જામી રહ્યું છે તેમાં સંગઠનની નબળાઇ પણ બહાર આવી રહી છે. અગાઉ જે તે સમયે ઉભા થયેલા વાદ વિવાદમાં આપવામાં આવેલી સૂચનાનું પાલન થયું નથી તે સહિતના મુદ્દે વિવાદ થયા છે. પરંતુ જે ગતિએ ભૂલ હોય તેનો કાન આમળવો જોઇએ તે કરવામાં સંગઠન પણ નબળું પુરવાર થઇ રહ્યું હોય તેવી છાપ કાર્યકરોમાં ઉપસી રહી છે. વળી, પદાધિકારી સામે શરૂ થયેલી સહી ઝૂંબેશમાં પ્રમુખ સામે 15થી વધુ સભ્યો જોડાયા હોવાની વાત પણ બહાર આવી રહી છે. જોકે, આવી કોઇ ઝુંબેશ સફળ થાય છે કે કેમ તે તો આગામી દિવસોમાં ખ્યાલ આવશે. મોવડી મંડળ આ બાબતે ઘીના ઠામમાં ઘી પાડી દેશે કે નવા જૂની કરે છે તે તો સમય આવ્યા ખ્યાલ આવશે.

સંતોષી માતા મંદિર રોડની હાલત ખરાબ
સંતોષી માતા મંદિર રોડની અંદરની સાઇડ યુકે માર્કેટ અને લચ્છવાણી રોડમાં રસ્તો ખખડધજ હોવાથી લોકોને યાતના સહન કરવી પડે છે. ધૂળના ઢગલા પણ જેમ તેમ રાખી દેવામાં આવ્યા છે. પાઇપલાઇનની મરંમત થઇ ગયા પછી રોડને સમથળ કરવા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ઉપરાંત ટાગોર રોડ ઇફ્કો કોલોનીની પાસે પણ આવી રીતે રોડ પર ગટરના ઢાંકણા સમસ્યારૂપ બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...