કાર્યવાહી:શહેરના વિવિધ સ્થળોએ જાપ્તો: માસ્ક ન પહેરવા બદલ વધુ 38 હજારનો દંડ ફટકારાયો

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા જાપ્તો ગોઠવીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ માર્ગદર્શીકાની અમલવારી ન કરનારા પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના રાજવી ફાટક, રોટરી સર્કલ, ઓસ્લો ગોલાઈ, ચાવલા ચોક, લીલાશાહ સર્કલ સહિતના ભીડભાડ એકત્ર થતી હોય તેવા વિસ્તારોમાં પોલીસ, પાલિકા અને રેવન્યુ વિભાગના કર્મચારીઓએ ડ્રાઈવ કરીને રવિવારે 38 લોકોને નિયમ ભંગ કરતા પકડી પાડી 38 હજારનો દંડ ફટકાર્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને નાગરિકોને નિયમોનું ચુસ્તતા પુર્વક પાલન કરવાની અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...