તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્સ પ્રલાણી પર પ્રશ્નો:કર આપ્યો છતાં બીજા બીલમાં રકમ- વ્યાજ ચડાવીને મોકલ્યું!

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકાની ટેક્સ પ્રલાણી પર ઉઠતા પ્રશ્નો
  • રકમ કપાઈ, રસીદ દર્શાવાઈ તોય પાલિકાનો એકજ જવાબઃ રૂપિયા નથી મળ્યા

ગાંધીધામ નગરપાલિકાની ટેક્સેસન પ્રલાણી પર સવાલ ઉભો કરતો અનુભવ ગાંધીધામના વેપારીને થયો હતો. ગયા વર્ષે આવેલું નગરપાલિકાના વિવિધ વેરાઓનું બીલ ચુકતે કર્યા છતાં આ વર્ષેના બીલમાં તે રકમ, ઉપરાંત તેના પર વ્યાજ લગાવેલું બીલ અપાયું હતું. જે અંગે ધ્યાન દોરતા તમામ આધાર પુરાવા પણ રજુ કર્યા છતાં તે રકમ મળીજ ના હોવાનો રાગ આલાપ્યો હતો. ગાંધીધામની મુખ્ય બજારમાં દુકાન ધરાવતા વેપારી ગૌરવ જૈનએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 2020-’21ના ગાળા માટે તેમને નગરપાલિકા દ્વારા અપાયેલા પ્રોપટી ટેક્સ બીલ અનુસારનું 1873નું ચુકવણુ ઓનલાઈન કર્યું હતું.

જેની રીસીપ્ટ પણ તેમને મળી હતી અને ચુકવણુ સફળ થયુ હોવાનો સંદેશ પણ દર્શાવાયો હતો. પરંતુ આ વર્ષે 2021-’22ના ગાળાના આવેલા બીલમાં ગયા વર્ષેનું બીલ પણ બાકી દર્શાવીને તેના પર વધારાનો 372 રુપીયાનું વ્યાજ ચડાવીને કુલ 4504નું બીલ અપાતા, વેપારીએ આ અંગે ધ્યાન દોરીને રીસીપ્ટ રજુ કરી ગયા વર્ષનું ચુકવણુ થઈ ગયું હોવાની પાલિકાના સબંધીત વિભાગને જાણ કરી હતી. પરંતુ તેમણે આ અંગે જે તે રકમ તેમને પ્રાપ્ત જ ના થઈ હોવાનું ગાણુ ગાઈને કેટલીક વાર ‘ટેક્નીકલ સમસ્યાઓ’ ના કારણે રીસીપ્ટ નિકળી જતી હોવાનું કહીને બેંકમાં તપાસ કરવા જણાવ્યું હતું.

યુવા વેપારીએ ત્યાં પણ તપાસ કરતા રકમ કપાઈ હોવાનું સ્પષ્ટ સામે આવ્યું હતું. જે માટેના બેંક સ્ટેટમેન્ટ સહિતના આધારો પણ પાલિકામાં રજુ કરતા તેમને એક ટેબલથી બીજા ટેબલ મોકલીને ચુકવણુ પાલિકાને ના મળ્યું હોવાનું કહ્યુંં હતું. સમસ્યાનો સામનો કરી રહેલા વેપારી જૈનએ જણાવ્યું કે સનિષ્ઠતા પુર્વક કર ભરતા નાગરિકોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે દુખદ છે, અને તમામ આધાર પુરાવા રજુ કર્યા છતાં કોઇ નિવેડો નથી લવાઈ રહ્યો તે આશ્ચર્યની વાત છે.

અન્ય સમાચારો પણ છે...