તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કોરોના કાળ અને શિયાળા વચ્ચે ગરીબોને બેઘર ન કરવા માગણી

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેલવેએ કાર્ગો અને શિરવા કોલોની ઝુપડપટ્ટીમાં આપી છે નોટિસ
 • શહેર કોંગ્રેસે એઆરએમ સમક્ષ રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો

રેલવે વિભાગ દ્વારા તેમની હદમાં આવતા કાર્ગો અને શિરવા કોલોનીમાં કરાયેલા દબાણને હટાવવા 50 થી વધુ નોટિસ અપાઈ હતી. જેનો વિરોધ કરીને શહેર કૉંગ્રેસ કમીટી દ્વારા જ્યાં સુધી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા તેમના માટે ન કરાય ત્યાં સુધી હાલના કોરોના કાળ અને શિયાળાની ઠંડીની સીઝનમાં ગરીબોના ઝુપડા ના હટાવવા રજૂઆત કરી હતી.

રેલવે પ્રશાસન દ્વારા ઝૂંપડપટ્ટી હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ પછી આ પરીવાર પર લટકતી તલવાર સર્જાઇ છે. ગાંધીધામ શહેર કૉંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી, તાલુકા પ્રમુખ ઓસમાણ માંજોઠિ, જિલ્લા કૉંગ્રેસ ઉપ પ્રમુખ ચેતન જોશીએ રેલવે એરિયા મેનેજરને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગાંધીધામના કાર્ગો અને કંડલા મધ્યે આવેલા શીરવા કોલોનીના લોકોને નોટિસ આપીને તેને ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ લોકો વર્ષોથી અહી રહીને નાની મોટી મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

અગાઉ 30/01ના પણ સાર્વજનિક નોટિસ અપાઈ છે, ત્યારે પણ આ અંગે રજૂઆત કરીને કોંગ્રેસે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આવુ પગલું ન ભરવા રજૂઆત કરી હતી. જો આ માંગણી વિશે ગંભીરતા પૂર્વક ન લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવાશે તેમ રજુઆતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો