તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વારંવાર ફોન કરી મળવા દબાણ કરનાર સામે કાર્યવાહીની માંગ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ જે સોપારી અપાઇ હતી તેજ લોકેશન માટે ફોન કરે છે
  • આરટીઆઇ એક્ટિવીસ્ટે એસપીને કરી રજૂઆત

ગાંધીધામ શહેરના આરટીઆઇ એક્ટિવિસ્ટે કોઇ ઇસમ તેમને વારંવાર ફોન કરી લોકેશન આપવા દબાણ કરી અનિચ્છનિય ઘટનાને અંજામ આપવાનું કાવતરૂં રચી રહ્યો હોવાની ફરિયાદ સાથે તેના વિરૂધ્ધ તાત્કાલીક કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી.

આરટીઆઇ એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબરવાલે એસપી મયૂર પાટિલને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, આજે બપોરે 12:30 વાગ્યે અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી કોલ આવ્યો હતો અને તેમનું લોકેશન પૂછતાં તેમણે તેનું નામ પૂછ્યું તો બિપીન નામ જણાવી મળવું છે તેમ કહી દબાણ કર્યું હતું. જેમાં તેમણે મળવાનો ઇન્કાર કરી ફોન કાપી નાખતાં ફરી તેણે તાત્કાલીક ફોન લગાડી દબાણ કરતાં તે નંબર બ્લોક કર્યો હતો. ત્યારબાદ 1 કલાક બાદ તેમજ સાંજે બીજા નંબર ઉપરથી બે વખત ફોન આવ્યા પણ તે રિસિવ કર્યા ન હતા.

અગાઉ તા.10/5/2021 ના રોજ શક્તિસિંહ અનોપસિંહ જાડેજા અને બીજલ જયેશ મહેતાવતી પંકજ કોઠારી દ્વારા અપાયેલી કથિત સોપારીને કારણે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આજે પણ જે ફોન આવ્યા અને ઇન્કાર કરવા છતાં લોકેશન જાણવાનો પ્રયાસ કરામયો તે તેમની સાથે કોઇ ગુનાહિત કૃત્ય કરવા માગતા હોવાનો ઇરાદો લાગી રહ્યો છે જેથી પ્રાથમિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો જ્યાં સુધી આ ફોન કરનાર વ્યક્તિઓ સામે ઉચિત કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પોલીસ રક્ષણની માંગ કરી પોલીસ રક્ષણની માંગણી છતાં જો રક્ષણ નહિ અપાય અને અમારા સાથે કોઈ ગુનાહિત કૃત્ય બનશે તો તેની જવાબદારી રાજ્ય સરકાર ઉપરાંત પૂર્વ કચ્છ એસપીની પણ રહેશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...