તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સભ્ય સંખ્યાનું વેરીફિકેશન ગુપ્ત મતદાનથી કરાવવા માંગ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 યુનિયનોની ડીપીટીના ડેપ્યુટી ચેરમન સમક્ષ ધા
  • દીન દયાળ પોર્ટમાં યુનિયનોના રાજકારણમાં આવી ગરમી

દીન દયાળ પોર્ટના ડેપ્યુટી ચેરમેનને ચાર યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી રજૂઆતમાં ઓક્ટોમ્બરમાં યોજાનાર યુનિયનની સભ્ય સંખ્યાની વેરીફિકેશન પ્રક્રિયા ગુપ્ત મતદાનથી કરવા માગણી કરવામાં આવી હતી. યુનિયનોની રજૂઆત ધ્યાનમાં લઇ ડેપ્યુટી ચેરમેને મેજર પોર્ટ ઓથોરીટિ બનાવવાની કેન્દ્ર સરકારની સૂચના મળતાં નિર્ણયની ખાતરી આપવામાં આવી હતી.

કુશળ-બિનકુશળ અસંગઠીત કામદાર યુનિયનના મહા સચિવ વેલજીભાઇ જાટની આગેવાનીમાં કંડલા પોર્ટ વર્કર્સ યુનિયનના મહા સચિવ જયંન નાયક, કંડલા પોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના અમૃત ડાભી, કંડલા પોર્ટ એન્ડ એસસી એસટી એમ્પ્લોઇઝ યુનિયનના કરશનભાઇ ધૂવાએ ડેપ્યુટી ચેરમેનને રૂબરૂમાં મળ્યા હતા. આગામી ઓક્ટોમ્બરમાં યોજાનાર સભ્ય સંખ્યાની વેરીફિકેશન પ્રક્રિયા ગુપ્ત મતદાન પદ્ધતિથી કરવા માગણી કરી હતી.

હાલની યુનિયનોની સભ્ય સંખ્યાની વેરીફિકેશનની પ્રક્રિયા મુજબ જેને યુનિયન બદલવું હોય તો માત્ર પોતાને યુનિયનની સદસ્યતા પાછી ખેંચી બીજા યુનિયનમાં સભ્ય માટે ફોર્મ આપે છે. જેમાં 10થી 15 ટકા કર્મીઓ ભાગ લે છે. ઉલ્લેખનીય છે કે, દીન દયાળ પોર્ટમાં જુદા જુદા યુનિયનો કાર્યરત છે. જેમાં વધી સભ્યો ધરાવતાથી લઇને અન્ય નાના યુનિયનોનો પણ સમાવેશ થાય છે. કામદારોના હિત સહિતના મુદ્દે વધુ સક્રિય બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...