માંગણી:લાકડિયામાં વગર વાંકે શિક્ષકને માર મારનાર સામે કડક કાર્યવાહીની માંગ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એસપી-ડીવાયએસપીને કરેલી ફરિયાદ અરજીમાં માત્ર એનસી તરીકે નોંધ કરાઇ હોવાનું જણાવાયું

લાકડિયામાં વોકિંગમાં નીકળેલા શિક્ષકને કોઇ વાંક ગુના વગરલાકડીયા પોલીસ મથકના પોલીસ કર્મીએ મારઝૂડ કરી જાતિ અપમાનિત કર્યા હોવાની ઘટનામાં સ્થાનીક પોલીસ મથક આ કર્મીને છાવરતા હોવાની અને માત્ર એનસી કેસ કર્યો હોવાની ફરિયાદ અરજી સાથે શિક્ષકે એસપી-ડીવાયએસપીને આ કર્મી વીરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

લાકડિયાના મફતપરામાં રહેતા અને એનજીઓની સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇશ્વરભાઇ શંભુભાઇ વાણીયાએ ભચાઉ વિભાગના ડીવાયએસપીને કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે, તા.8/8 ના રોજ રાત્રે તેઓ જમીને વોકિંગમાં નિકળ્યા હતા ત્યારે 11:15 વાગ્યાના અરસામાં લાકડીયા મેઈન ગેટ પાસે, બાબુભાઈ ના વરંડા પાસે પહોંચ્યા ત્યારે લાકડિયા પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક જોરાભાઈ ચૌધરીએ રોકીને આ બાજુ કયાં જાવ છો ? પૂછતાં વોકિ઼ગમાં નિકળ્યો હોવાનું જણાવતાં તેમણે આ બાજુ વોકીંગ નહીં કરવાનું, તમારા વાસમાં જાવ, અને બીજી વાર આ બાજુ વોકીંગ માટે નીકળતો નહીં, જેથી મે આ બાબતનું કારણ પુંછતા તે એકદમ ઉશ્કેરાઈ અને મને મા બેન સામી ભુંડી ગાળો આપી હતી, જેથી મે તેમને ગાળો બોલવાની ના પાડતા તેણે મારા શર્ટ નો કોલર પકડી ધક બુશટ નો માર માર્યો હતો, આ ઝગડાનો અવાજ શાંભળીને ત્યાં બાજુમા બેઠેલા રાહુલ દાના વાણીયા,મહેશ ડાયા વાણીયા, ત્યાં આવ્યા હતા. માર મારનાર કોન્સ્ટેબલના મોઢામાંથી દારુની ગંધ પણ આવતી હોવાનું ફરિયાદ અરજીમાં તેમણે જણાવ્યું હતું. આ બાબતે તેઓ લાકડીયા પોલીસ મથકે ગયા તો આ પોલીસ કર્મીને છાવરવાની વાતો વચ્ચે આ કોન્સ્ટેબલ ત્યાંથી વરંડો ઠેકી ભાગી ગયો હતો. આ ઘટનામાં એફઆઇઆર દાખલ કરવાનું કહેતા તેમણે માત્ર એનસી કેસ કર્યો છે ત્યારે આ પોલીસ કર્મી સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરી છે.

આ પોલીસ મથકના સીસી ટીવી કેમેરાના ફૂટેજ ડીલીટ કરવાની વાતનો પણ ઉલ્લેખ
આ સમગ્ર ઘટનામાં પોલીસ મથકમાં જે કંઇ પણ થયું તે લાકડીયા પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી. કેમેરા મા રેકોર્ડીંગ થયું હોવાનું અને આ આરોપી નાસી ગયા બાદ પોલીસ સ્ટાફના અઘિકારીઓ આ સીસી ટીવી ફૂટેજ ડિલીટ કરવાની ચર્ચા કરી રહ્યા હોવાનું પણ શિક્ષકે પોતાની ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...