રજૂઆત:જમીન દબાણ કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ લગાવવા માંગ

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કિડાણામાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ
  • અમદાવાદના રહીશે કલેક્ટરને કરી રજૂઆત

ગાંધીધામના કિડાણામાં આવેલા પ્લોટમાં દબાણ કરવાના ઈરાદે વિવિધ સ્તરીય ગેરરીતીઓ આચરવા બદલ 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી, જે કેસમાં હવે લેંડ ગ્રેબીંગ એક્ટ લગાવવાની સમાહર્તા સમક્ષ માંગ કરાતા જમીન માફીયાઓમાં ફફડાટની લાગણી પ્રસરી હતી. સંકુલ અને તાલુકામાં જમીનના દબાણના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે. ગાંધીધામમાં તો ભૂમાફિયા દ્વારા જમીન પચાવી પાડવા માટે પ્રયત્ન પણ કરાયાની ફરિયાદો સમયાંતરે ઉઠે છે.

​​​​​​​ભૂમાફિયા દ્વારા ગાંધીધામના કિડાણામાં પાંચ પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો કર્યા અંગેની અમદાવાદ રહેતા આનંદ ચુનીલાલ વોરાએ સમાહર્તાને ફરિયાદ કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી માટે અરજ કરતા જણાવ્યું હતું કે આરોપીઓ અબ્દુલ સતાર બાપુમિયા તુર્ક, મધુસુદન કામરાજુ દાશારી, જીવનકુમાર આનંદકુમાર જાના, અસફાક, અકબર યાકુબ લાડકએ કિડાણામાં સર્વે નં. 139 માં આવેલા પ્લોટ નં. 57,131 થી 134 પર કબ્જો કરી લીધો છે. અગાઉ આમાના બે આરોપીઓ વિરુદ્ધ અન્ય મિલકત અંગે બી ડિવિઝન પોલીસ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તો બે ઘર ખરીદીને આખા સર્વે પર દાવો કરવા અંગે ફરિયાદ દાખલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...