તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખાતું પરિવર્તન:પીઓપી સામે ઈકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ વધી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાર્વજનિક આયોજનોમાં 4 ફુટ સુધીની પ્રતિમા રાખવા અંગેનો કરાયો છે નિર્ણય
  • ગયા વર્ષે કોવિડના કારણે માત્ર 50% મૂર્તિઓજ વેંચાઈ હતી, આ વખતે ફરી ટાગોર રોડ આસપાસ જામી રહ્યો છે માહોલ

ગાંધીધામમાં સાતમ આઠમની ઉજવણી હજી પુરી નથી થઈ ત્યાં ગણેશ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત થઈ ચુકી છે. ગાંધીધામમાં ઓસ્લો સર્કલ, ટાગોર રોડ આસપાસ ગણેશ મુર્તીઓના નિર્માણ અને વેંચાણનું કેંદ્ર બની રહે છે ત્યારે આ વર્ષે નવી માર્ગદર્શીકાઓ અનુસાર અને સમાજમાં આવી રહેલા બદલાવના કારણે મહત્વપુર્ણ પરિવર્તન આવી રહ્યાનું સામે આવ્યું હતું. આ વખતે મોટા પ્રમાણમાં એવા કારીગરો અને મુર્તીઓ નિર્માતાઓ માટીના ગણપતીની મુર્તીઓનું નિર્માણ કરી રહ્યા છે જે અગાઉ માત્ર પીઓપીની મુર્તીઓનું નિર્માણ કાર્ય કરતા હતા.

સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શીકા અનુસાર સાર્વજનીક સ્થળો પર 4 ફુટ સુધીની ગણપતી પ્રતિમા સ્થાપિત કરી શકાય તેમ છે. જેમાં ઈકો ફ્રેન્ડલીને બળ મળે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે ગણેશ ઉત્સવના દિવસથી મહિના પહેલાજ ટાગોર રોડ આસપાસ મૂર્તિના કલાકારોનો જમાવડો દર વર્ષે થાય છે, તે મોડો મોડો તોય હવે થોડા અંશે જોવા મળી રહ્યો છે. મુર્તી કારીગર ગોવિંદ મારવાડીએ જણાવ્યું કે ગયા વર્ષે મુર્તીઓની ખપત 50% ઓછી થઈ ગઈ હતી.

તેમનું પરિવાર રાજસ્થાન થી 50 વર્ષ પહેલા બાલોતરાના ભાટી અને જોધપુરના બાવડી સમાજના પૂર્વજ કચ્છ આવી વસ્યા હતા. તે પીઓઅપી મૂર્તિઓ બનાવતા હતા, તેના વંશજો આજે ઈકો ફ્રેંડલી મૂર્તિઓ પોતે બનાવે છે અથવા કલકત્તાથી મંગાવી વોટર કલર થી રંગી, ડાયમંડ, સિલક પટ્ટી, મુકુટ, કાંચ સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર બનાવે છે. છેલ્લા પાંચ વર્ષથી સામાજિક જીવનમાં આવી રહેલો આ બદલાવ જોઇ શકાય છે કે લોકો હવે પીઓપી કરતાં માટીના કે ઇકો ફ્રેન્ડલીં ગણેશની મૂર્તિની માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...