ભુજ:શ્રમિકોને 14 દિવસના એકાંતવાસથી બચાવવા કોરોના ટેસ્ટની માંગ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોકીયાએ સીએમને પત્ર પાઠવી સુચન કર્યું
  • કચ્છમાં 50 હજાર શ્રમિકોનું સ્થળાંતર ચીંતાજન

ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીયલ એસો. એ મુખ્યમંત્રી અને રાજ્યમંત્રીને પત્ર પાઠવીને કચ્છમાં શ્રમિકોના સ્થળાંતરની સ્થિતી અંગે અવગત કરીને તેમને પરત લાવવા સમયે ક્વારાન્ટાઈન ન રાખવા પડે એટલે કોરોના ટેસ્ટ કરવાની માંગ કરી હતી. ફોકીયાના એમડી નીમીષ ફડકેએ પત્રમાં જણાવ્યું હતું કે કચ્છમા ચાલુ ઉધોગોમાં દોઢ લાખ કરોડ જેટલુ રોકાણ થયેલુ છે, પરંતુ 50 હજાર શ્રમિકોનું વર્તમાન સંજોગોમાં ચાલ્યા ગયા છે. જેના કારણે ઉધોગોને ચાલુ થવામાં સમસ્યાઓનો સામનો પડી રહ્ય્તો છે. જો બહારથી શ્રમિકોને લવાય તો 14 દિવસ એકાંતવાસમાં રાખવાનો નિયમ છે. જેથી એકાંતવાસ ન ભોગવવો પડે તે માટે વહીવટી તંત્ર કોરોના ટેસ્ટ કરે તેવું સુચન છે. જે માટેનો ખર્ચ પણ ઉધોગો ભોગવવા તૈયાર છે. આ સાથે સરકારે વધુ ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટીંગ માટે પરવાનગી આપવી જોઇએ, જેથી વર્તમાન જીકે જનરલ હોસ્પીટલ પર વધુ દબાણ ન સર્જાય અને ટેસ્ટીંગ કેપેસીટીનો વિસ્તાર પણ કરી શકાય. આ સાથે ફોકીઆએ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને પત્ર પાઠવીને પણ સંલગ્ન રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...