તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સંકુલમાં મેડિકલ વેસ્ટના જથ્થાના નિકાલમાં થતા વિલંબની બૂમરાડ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમયસર નિકાલ ન થતાં રોગચાળાની ભીતિ
  • કોરોનાના પગલે હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટની સામગ્રી નિકળે છે

ગાંધીધામ- આદિપુરમાં કોરોનાના વ્યાપ વધી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ખાનગી દવાખાનાઓમાં મેડિકલ વેસ્ટનો જથ્થો પણ વ્યાપક પ્રમાણમાં નિકળતો હોવાનો દાવો પણ સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે નક્કી કરવામાં આવેલી કામગીરીમાં ઓટ આવતાં કેટલાક સ્થળો પર સમયસર આ જથ્થાનો નિકાલ ન થતાં રોગચાળાની સ્થિતિ નકારી શકાય તેમ નથી.

શહેરમાં આવેલા ખાનગી દવાખાનાના મેડિકલ વેસ્ટનો જથ્થો સમયસર લેવા માટે ભુજથી વ્યવસ્થા કરવામાં આવી હોવાની વિગત મળી રહી છે. છેલ્લા કેટલાય સમયથી સંકુલમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ઉપાડવા માટે રકઝક પણ થઇ રહી છે. પાલિકાને પણ આ બાબતની જાણ કરવામાં આવતા તાજેતરમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કેટલાક દવાખાનાઓ દ્વારા મેડિકલ વેસ્ટનો આડેધડ રીતે નિકાલ કરવામાં આવતો હોવાની બૂમ પણ ઉઠી રહી છે. જેને લઇને લોકોના આરોગ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે.

કચરાના નિકાલની ફરિયાદ, તપાસ બાદ પગલા ભરાશે ,નગરપાલિકાના ચાલતા ડોર ટુ ડોર કચરાના કલેકશનનું ઉપપ્રમુખે કારણ કઢાવ્યું
ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પાલિકાના ઉપપ્રમુખે 12ની ટીમ બનાવી જુદા જુદા વિસ્તારમાં કચરા કલેકશનનું વાહન નિયમિત આવે છે કેમ તેનો સર્વે કરાયો હતો. આવેલી વિગત પછી ફરિયાદ મુજબ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ છે.

શહેરના શક્તિનગર, વોર્ડ 9-બી,ડી, લીલાશાહ, સુંદરપરી, સેક્ટર વિસ્તારના 430 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. ઉપપ્રમુખ બળવંત ઠક્કરની સૂચનાથી કરવામાં આવેલી કામગીરી પછી સંબંધિત કર્મચારીઓ દ્વારા જે તે વિસ્તારની માહિતી પુરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં પદાધિકારી સક્રિય અને નિષ્ક્રીયતાના મુદ્દે ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...