પ્રક્રિયાને સરળ કરવા માગ:ઉદ્યોગકારોને જમીન બાંધકામ, એનએ પ્રક્રિયામા થતો વિલંબ

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રક્રિયાને સરળ કરવા ગાંધીધામ ચેમ્બરની માગ
  • રાજ્યના ઉધોગોને મંજુરી મળે છે, અહીં જ મળતી નથી

ગાંધીધામ વિકાસ સત્તા મંડળ રાજયના અન્ય સત્તા મંડળો કરતાં અલગ રાહે જઇ રહયું હોવાથી ઉદ્યોગકારોને થતી હાલાકી તથા આર્થિક નુકશાન નિવારવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તેજાભાઇ કાનગડે રાજયના મુખ્યમંત્રી તેમજ શહેરી વિકાસ મંત્રાલયનું પત્ર પાઠવીને ધ્યાન દોર્યુ હતું.

ગુજરાતમાં ઉદ્યોગકારોએ જયાં પણ ઉદ્યોગ પ્રસ્તાપિત કરવાના હોય તેમને ક્લમ-89 હેઠળ મંજુરી મળે ત્યારે તરત જ ડીમ્ડ મંજુરી માનીને બાંધકામની મંજુરી આપી દેવામાં આવે છે. ચેમ્બરે જણાવ્યું કે હવે ગુંચવાડો ત્યાં પ્રવર્તે છે જયારે રાજયમાં ઉદ્યોગોને ક્લમ-89 હેઠળ મંજુરી મળે કે તુરંત જ નોન-એગ્રીકલ્ચર માનીને બાંધકામની મંજુરી આપી દેવામાં આવે છે.

જયારે ફક્ત ગાંધીધામ વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં ક્લમ-89 હેઠળ મંજુરી મળ્યા પછી જમીન એન.એ. માટે મહેસૂલ વિભાગમાં અરજી કરવાની અને એન.એ. મળ્યા બાદ જ ફરીથી બાંધકામની અરજી કરવાની અને એ મંજુરી મળ્યેથી જ બાંધકામ કરી પોતાના ઉદ્યોગ-ધંધાને આગળ વધારી શકે છે. રાજયના અન્ય વિસ્તારોની જેમ જીડીએ વિસ્તારમાં પણ કલમ-89 હેઠળ એન.એ. તથા બાંધકામની પ્રક્રિયા અપનાવી, કાર્યવાહીને સરળ બનાવાય, જેથી કરીને ઉદ્યોગકારોનો સમય ન વેડફાય તેમજ આર્થિક વિકાસને પણ વેગ મળે તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...