તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં આદિપુરને શિક્ષણની નગરી ગણવામાં આવે છે. શિક્ષણનગરી ઉપરાંત જિલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રો હાલ અવઢવભરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. કારણ કે યુનિવર્સિટી દ્વારા પેપર સ્ટાઇલની જાહેરાત કરવી જોઇએ તે કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. એક બાજુ કોરોનાના કારણે અભ્યાસક્રમને પણ અસર પડી રહી છે તેવા સમયે યુનિવર્સિટીએ તાકીદે પેપર સ્ટાઇલની જાહેરાત કરવી જોઇએ તેવી માગણી વિદ્યાર્થી આલમમાંથી ઉઠી રહી છે.
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં જે ઝડપે નિર્ણયો લેવા જોઇએ તે લેવાતા ન હોવાને લઇને અવારનવાર વિવાદ ઉભા થયા છે. પેપર સ્ટાઇલ ચેંજ કરવાની બાબતે એકેડેમી કાઉન્સિલ, એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં દરખાસ્ત મુકવામાં આવી હતી અને ચર્ચા વિચારણા પછી મંજુરી પણ આપી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી ફાઇનલની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં ન આવતાં પેપર સ્ટાઇલ અંગે અવઢવભરી સ્થિતિ જણાઇ રહી છે.
ઉલ્લેૅખનીય છે કે વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોરોનામાં ફી સહિતના મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને યુનિવર્સિટી કક્ષાએ રજૂઆતો પણ કરાવી હતી. તેવી રીતે આ મહત્વના પ્રશ્નોમાં કેમ ધ્યાન નથી આપવામાં આવતું તેવો પ્રશ્ન છાત્રોમાંથી ઉઠી રહ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.