ડિગ્રી અપાઇ:કેરળ સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ગોવિંદ દનીચાને ડિગ્રી અપાઇ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાંમાં એક માત્ર બિન મલ્યાલી વિદ્યાર્થી બન્યા

સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં કેરળ સરકારના સાસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં તેમજ વિદેશમાં વસતા મલયાલી લોકો મલયાલી ભાષા લખી વાંચી શકે તે માટે મલયાલમ મિશન દ્વારા મલયાલમ ભાષાના અભ્યાસના વર્ગો ચલાવવામાં આવ્યા છે. આ અભ્યાસ ક્રમમાં ચાર કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રત્યેક કોર્સનો ગાળો બે વર્ષનો હોય છે. આ બે વર્ષનો મલયાલી ભાષા નો અભ્યાસક્રમ માનવતા ગ્રુપના પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (એસ.સી વિભાગ)ના કન્વિનર ગોવિંદ દનીચાએ બે વર્ષનો અભ્યાસક્રમ પુર્ણ થયાં બાદ તેની પરીક્ષા આપી હતી, જેમાં તેઓ ઉર્તીણથતાં તેમને કેરળ સરકાર દ્વારા ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ કોર્સની પરીક્ષા સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં યોજવામાં આવી હતી. જેમાં દનીચા એકમાત્ર બિન મલયાલી વિદ્યાર્થી તરીકે અભ્યાસક્રમ પુર્ણ કર્યો હતો. આ બે વર્ષનો અભ્યાસક્રમ પુર્ણ કરવા બદલ કચ્છ મલયાલી સમાજના આગેવાનોએ ગાંધીધામ ખાતે યોજાયેલા એક સમારંભમાં દનીચાને સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા

અન્ય સમાચારો પણ છે...