માંગ:નેક્સસ ક્લબના કેસમાં ન પકડાયેલા આરોપીઓ તપાસમાં અવરોધ બને છે

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુળ ફરિયાદીએ કોર્ટ પાસેથી વોરંટ મેળવવા એસપી સમક્ષ કરી માંગ

નેક્સસ ક્લબમાં ભળતા નામથી કંપની ઉભી કરી છેતરપિંડી કરી હોવાના કેસમાં ન પકડાયેલા ત્રણ આરોપીઓ તપાસમાં અવરોધ કરી રહ્યા હોવાનું જણાવી આ કેસના મુળ ફરિયાદીએ કોર્ટમાંથી વોરંટ મેળવવા પૂર્વ કચ્છ એસપી સમક્ષ રજુઆત કરી હતી.

આ કેસ માં મૂળ ફરિયાદી જીતુભાઇ એચ ચંદનાનીએ એસ. પી. પૂર્વ કચ્છ ને તારીખ 2/5/22 ના રોજ એક પત્ર લખી ને એવી રજૂઆત કરી છે કે એક તરફ આરોપીઓ પૂજા હિરાનંદાની, દીપ્તિ આશર અને રતિલાલ સોલંકી કાયદાની પહોંચની બહાર છે તો બીજી તરફ આ આરોપીઓ પોતાની શક્તિ, સંપર્કો અને પૈસાનો ઉપયોગ કરીને તપાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. આરોપી પૂજા હિરાનંદાની એસઆરસી લિ.માં ઉચ્ચ અધિકારી છે. તપાસ અધિકારીએ એસઆરસીના અધિકારીઓને તેમના નિવેદનો લખાવવા માટે નોટિસ પાઠવી હતી.

એસઆરસી ના જનરલ મેનેજ ને પણ નેક્સસ ક્લબને લગતી સંપૂર્ણ ફાઇલ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી ન અધિકારીઓ ન તપાસમાં જોડાયા કે ન જનરલ મેનેજરે પોલીસને દસ્તાવેજો જમા કરાવ્યા છે. મૂળ ફરિયાદી ના માનવા પ્રમાણે એસઆરસીના અધિકારીઓ આરોપી પૂજા હિરાનંદાનીના દબાણ અને પ્રભાવ હેઠળ આવું કરી રહ્યા છે. કોર્ટ પાસેથી વોરંટ મેળવવા માટે એસ.પી. પૂર્વ કચ્છને વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...