સંભાવના:દીન દયાળ પોર્ટમાં પાંચ દિવસનું અઠવાડીયું કરવા હિલચાલ શરૂ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિનિસ્ટ્રીયલ સ્ટાફ માટે હુકમ કરવામાં આવ્યો હતો
  • કાર્યાલયનો સમય સવારના 10થી 6 કરવા માટે બોર્ડમાં મંજુરી લેવાશે

ડીપીટી નો પ્રસશનિક કાયોલીમાં મિનિસ્ટેરિયલ સ્ટાફ માટે પાંચ દિવસના અઠવાડિયા નો આદેશ જારી કરવા માટેનો તખ્તો ઘડાઇ રહ્યાના સંકેત મળી રહ્યા છે. એજન્ડા આઇટમ આગામી દસ જાન્યુઆરીનો મળનાર ટ્રસ્ટી બોર્ડની મીટીંગમાં મુકવામાં આવશે અને તેમાટેની ઠરાવ પસાર કરવામાં આવી તથા આગામી પંદરમી જાન્યુઆરી સુધી આદેશ જારી થઇ લાગુ થવાની પૂરી સંભાવના છે એમ કુશળ અકુસળ અસંગઠીત કામદારના મહાસચિવે દાવો કર્યો છે.

આ માટે આઇપીએ, નવી દિલ્લી ખાતે મળેલી બેઠકમાં તમામ મહાબંદરગાહી પર પ્રસાનિક કાર્યાલયોમાં મિનિસ્ટેરિયલ સ્ટાફ માટે પાંચ દિવસનું અઠવાડિયું કરવાનો ઠરાવ પસાર થઇ ચુક્યો છે. પરંતુ આજ સુધી ચાર મહાબંદરગાહી, વિશાખાપટનમ પોર્ટ, જેએનપીટી, મુમ્બઇ પોર્ટ અને કોચીન પોર્ટ માં પ્રસાશનિક કાર્યાલયમાં મિનિસ્ટેરિયલ સ્ટાફ માટે પાંચ દિવસના અઠવાડિયાં ની આદેશ જારી થઈ ચુક્યો છે. હવે ડીપીટીનો વારો છે.

આ માટે ડીપીટી પ્રસાશને પ્રસોનિક કોયલથીમાં મિનિસ્ટરિયલ સ્ટોક માટે પાંચ દિવસનું અઠવાડિયું તથા કાર્યાલયો નો સમય સવારે 10:00 થી 06:00 કરવા માટે તમામ માન્ય યુનિયની પાસે થી સુઝાવ માંગ્યા હતી જેના અનુસંધાનમાં યુનિયને કામદારોના અભિપ્રાયો જાણી ને તેના આધારે કંડલા ના કાર્યાલયો નો સમય સવારે 09:30 થી 05:30 કરવા માટે પોતાનું મન્તવ્ય વ્યક્ત કરેલ હતું જેનો પ્રસાશને સ્વીકાર કર્યો છે એવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...