આપઘાતનું કારણ અકળ:રાપરમાં નવ દિવસ પૂર્વે ફાંસો ખાનારી નવપરિણીતાનું મોત

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રતનાલમાં ઝેરી દવા પી જતા યુવતીના શ્વાસ થંભ્યા

રાપરમાં રહેતી પરિણીતાએ તા.23/4 ના રોજ ગળે ફાંસો ખાઇ લીધા બાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો, તો રતનાલમાં ઝેરી દવા પી જનાર યુવતીનો શ્વાસ સારવાર દરમિયાન થંભી ગયો હતો. રાપરના નવાપરા ખાતે રહેતી 23 વર્ષીય પરિણીતા માલતીબેન આનંદકુમાર કાપડીએ ગત તા.23/4 ના સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધા બાદ તા.25/4 ના વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. ગત બપોરે 1:30 વાગ્યાના અરસામાં આ પરિણીતાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાની રાજકોટ હોસ્પિટલ ચોકીએ રાપર પોલીસ મથકને જાણ કરી હતી.

મૃતક પરિણીતાનો લગ્નગાળો 10 મહિનાનો છે. સંતાન નથી અને સાસુ સસરાથી અલગ રહેતા હોવાની જાણ કરાતાં પ્રાથમિક તપાસ પીએસઆઇ જી.જી.જાડેજાએ કરી હતી. વધુ તપાસ ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે. અંજાર તાલુકાના રતનાલ ગામની વાડીમાં તા.28/4ના રોજ 21 વર્ષીય કૈલાશબેન અલ્પેશભાઈ મુનિયાએ પાકમાં છાંટવાની દવા પી લીધા બાદ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. જયાં સારવાર દરમિયાન રવિવારે રાત્રીના દમ તોડી દેતા અંજાર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બન્ને કારણો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...