તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:શહેર પ્રમુખ તરીકે પંકજ ઠક્કરની વરણીની જાહેરાતથી ઘેરા પ્રત્યાઘાત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ સંગઠન નેતાની પસંદગીમાં કોથળામાંથી બિલાડું
  • સંગઠનની મજબૂતીને અગ્રતાનો કોલ પ્રમુખે આપ્યો

ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખપદ માટે રેસમાં રહેલા કેટલાય આગેવાનોના ઓરતા અધૂરા રહે તેવી સ્થિતિ ભાજપના મોવડીઓએ ઉભી કરી છે. આજે સંગઠનની થયેલી જાહેરાતમાં કોથળામાંથી બિલાડું કાઢ્યું હોય તેમ પંકજ ઠક્કરની વરણી થતાં જ આશ્ચર્યની લાગણી ભાજપના કાર્યકરોમાં જન્મી હતી. સંગઠનમાં ચાલતી ખેંચતાણમાં હવે કોનો હાથ ઉપર રહ્યો તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. રમેશભાઇ જુથના મનાતા એક કાર્યકરને પુન: મહામંત્રી પદ અપાયું છે.

કાગ ડોળે ભાજપના કાર્યકરો રાહ જોઇને બેઠા હતા તે સંગઠનના સૂત્રધારની રચનાની જાહેરાત આજે સાંજે મોડેથી કરવામાં આવી હતી. ભુજ કક્ષાએથી જ કરવામાં આવેલી જાહેરાતે જિલ્લાના અન્ય હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. ગાંધીધામમાં મહામંત્રી તરીકે અગાઉ રહેલા નરેશ ગુલબાણી સાથે નવા અને 2010 માં રહેલા મહેન્દ્રભાઇ જુણેજાનો સમાવેશ થાય છે.

જુથવાદમાં ખદબદતા સંગઠન ક્ષેત્રે નવા પ્રમુખને અનેકવિધ ઉતાર ચડાવનો સામનો કરવો પડે તેવી શક્યતા હાલના તબક્કે જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે નવા નિમાયેલા પ્રમુખ ઠક્કરે ટેલિફોનિક વાતચીતમાં કોને અગ્રતા આપશો તે મુદ્દે જણાવ્યુ઼ હતું કે, વિકાસને અગ્રતા આપવાની સાથે સંગઠનને વધુ મજબુત બનાવવાના પ્રયત્ન કરાશે.

અન્ય સમાચારો પણ છે...