રજૂઆત / 15 વાળીમાં નાળાંના પાણીના ભરાવાથી રોગચાળાનો ભય

Danger of epidemic due to filling of drainage water in 15 valleys
X
Danger of epidemic due to filling of drainage water in 15 valleys

  • સફાઇ કરવામાં આવતી ન હોવાની પણ ફરિયાદ
  • સોસાયટી વિસ્તારમાં પાણીના નિકાલ માટે જરૂરી પગલા ભરાતા નથી

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

ગાંધીધામ. ગાંધીધામ નગરપાલિકા દ્વારા કેટલાક કામ પ્રત્યે જાણી જોઇને આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે. આદિપુરની 15 વાળી વિસ્તારમાં બનાવવામાં આવેલા નાળામાં પાણીનો નિકાલ અટકતાં પાણીના ભરાવાને કારણે અને સફાઇ ન થતાં ગંદકીથી રોગચાળાનો ભય ઉભો થયો છે. આ વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. સોશિયલ મિડીયામાં પણ આ મુદ્દો આજે મુકવામાં આવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જરૂરી પગલા ભરવા જોઇએ તે ભરાતા નથી. તેને લઇને સમસ્યાઓ વકરી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદે પગલા ભરવા જોઇએ તે પણ ભરવામાં કચાસ રાખવામાં આવતી હોવાની બૂમરાડ ઉઠે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી