તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:જેટી નં.2 પર જહાજ અથડાતા થયું નુકશાન

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • DPTમાં થયેલા અકસ્માતમાં જાનહાની ટળી

લોકડાઉન છતાં આવશ્યક શ્રેણીમાં આવતું હોવાથી દીન દયાળ પોર્ટ સતત ધમધમતું રહ્યું છે. પોર્ટની મુવમેન્ટને કોઇ અસર થવા દીધી નથી. આજે વહેલી સવારે જેટી નં.2 પર બહાર જનાર જહાજ અથડાતા જહાજને નુકશાન થયું હતું. થોડા સમયના અંતરાય બાદ જહાજ રવાના પણ કરી દેવામાં આવ્યું હોવાની વિગત મળી રહી છે. 
દેશના નંબર 1 સતત વર્ષોથી બનેલી દીન દયાળ પોર્ટમાં કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ મેળવી છે. આયાત નિકાસની જુદી જુદી બાબતોમાં પણ હરણફાળ ભરીને કોઇ કમી રાખવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિમાં બંદર ધમધમતું રહે તે માટે ચેરમેન એસ.કે. મેહતાના વડપણ હેઠળ અધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે અને પોર્ટ યુઝર્સ પણ પોત પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે. કામદારો, યુનિયનો પણ પોત પોતાની રીતે ફાળો આપી રહ્યા છે. જેને લઇને અનેકવિધ સમસ્યા છતાં કામદારો હસતા મોઢે કામ કરીને મુવમેન્ટને ઓછપ લાગવા દેતા નથી. દરમિયાન આજે જેટી નં. 2 પર કોઇ કારણોસર યાંત્રિક ખામી કે અન્ય બાબતને લઇને જહાજ અથડાતા જહાજને નુકશાન થયું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ  અકસ્માતો બન્યા છે. અકસ્માતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કાર્યવાહી થવી જોઇએ.  
પોર્ટમાં સલામતીના સાધનોનો અભાવ
કામદારોને સલામતીના સાધનો આપવામાં આવે છે તેવો દાવો પોર્ટ પ્રશાસન દ્વારા અવારનવાર કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે, કેટલાક કિસ્સામાં કામદારોને જોઇએ તેવા સાધન સામગ્રી આપવામાં આવતી નથી. આ બાબતે એચએમએસના યુનિયન દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે. તુટેલી સીડીને કારણે ગમે ત્યારે કામદાર દુર્ઘટનાનો ભોગ બની શકે તેમ છે. આ બાબતે પણ અધિકારીઓને જાણકારી હોવા છતાં દુલક્ષ સેવવામાં આવી રહ્યું છે. જે પોર્ટ માટે આગામી દિવસોમાં નુકશાન કારક બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો