છેતરપિંડી:સાયબર ક્રાઇમ પોલીસે અરજદારે ગુમાવેલા રૂ 3.46 લાખ પરત અપાવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારના દિવસો વચ્ચે ગુમાવેલા નાણા પરત મળતાં અરજદાર ખુશ
  • 1/11 ના રોજ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદ કરી હતી

ગાંધીધામ ખાત તહેવારોના દિવસો વચ્ચે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારને ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે સતર્કતા દાખવી રૂ.3.46 લાખ પરત અપાવી સપરમા દિવસોમાં અરજદારના પરિવારમાં ખુશી લાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એ.જી.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અરજદારને દર મહિનાની છેલ્લી તારીખે ક્રેડીટ કાર્ડનું બીલ બેંક એકાઉન્ટમાંથી ઓટો ડેબીટ થઇ જતા હોય છે. તા.31/10 ના પૈસા ન કપાતા અરજદારે તા.01/11 ના જાતે ક્રેડીટ કાર્ડનુ પેમેન્ટ કર્યું હતું અને બેંક દ્વારા પણ ક્રેડીટ કાર્ડના રૂપીયા ઓટો ડેબીટ થઇ ગયા હતા.

આમ ક્રેડીટ કાર્ડનું પેમેન્ટ બે વખત થઇ જતા અરજદારે ગુગલમા બેંકના કસ્ટમર કેર નંબર સર્ચ કરી તે મોબાઇલ નંબર પર ફોન કરતા સામેવાળાએ અરજદારને પૈસા પાછા આપવાની લાલચ આપી અરજદારના મોબાઇલમાં એની-ડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી અરજદારના નેટ બેંકીગના એક્સેસ મેળવી અરજદારના ક્રેડીટ કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન દ્વારા કુલ રૂ.3,46,000 ઓનલાઇન ફ્રોડ કરી સાયબર ક્રાઇમ આચર્યો હતો.

જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવમાં ભોગ બનનાર અરદારને મદદરૂપ થઇ તાત્કાલિક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે ભોગ બનનારના મોબીકવીક એપ્લીકેશન મારફતે ઓનલાઇન ફ્રોડમાં ગયેલી રૂ.3,46,000 રોકડ બેંક એકાઉન્ટમા પરત મેળવી આપતાં જે પરિવારે માતબર રકમ ગુમાવી હતી તે પરત મળતાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

પ્લીઝ! આ સૂચના યાદ રાખો અને સાવચેત રહો : પીઆઇ એ.જી.સોલંકી
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંંકીએ જણાવ્યું હતું કે, આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બૅન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહી જરૂર જણાયતો રૂબરૂ બેન્કમાથી માહીતી મેળવી અથવા આપવી. ગુગલ ડોટ કોમ કે ફેસબૂક ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહીં.

કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો, તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઇ પણ પ્રકારની બેંકની મહીતી ઓ.ટી.પી. અને સી.વી.વી. ગુપ્ત પીન વગેરે આપવુ નહી કે કોઇ પણ પ્રકારનુ મોબાઇલમા એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા કહે તો કરવુ નહી. તેમજ આપની જાણ માટે કે યુપીઆઇ પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઇ છે રૂપીયા રીસીવ કરવા માટે યુપીઆઇ પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી. આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.

અન્ય સમાચારો પણ છે...