તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:કંડલામાં 38 કરોડની બેઝ વેલ્યુ ધરાવતો 9600 ટન કાર્ગો આખરે કસ્ટમે સીઝ કર્યો

ગાંધીધામ24 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
  • નેપ્થાનું કહી કરાઈ ગેસોલીનની આયાત, ભાસ્કરમાં અહેવાલ બાદ પડઘો
  • પહેલા વેસલને ડીઆરઆઈએ ઝડપ્યા બાદ બીજા વેસલને સીઝ કરતા કસ્ટમને 4 મહિના લાગી ગયા!

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા ખાતે આખરે કસ્ટમ વિભાગે હરકતમાં આવીને લાંબા સમયથી પડી રહેલા મીસ ડિક્લેર જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી આરંભી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે બીલ ઓફ એન્ટ્રીમાં દર્શાવ્યા અનુસાર 38 કરોડની કિંમતનો 9600 ટન જથ્થો નેપ્થા હોવાનું જાહેર કરીને ગેસોલીનનો ઘુસાડાયો હોવાનું સામે આવતા આ કાર્યવાહીને અંજામ અપાયો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ અનુસાર ફેબ્રુઆરી, 2021ના આવેલા એક વેસલને ડીઆરઆઈએ ગેસોલીન હોવાનું જણાવીને સીઝ કરી નાખ્યું હતું. તો ત્યારબાદ આવેલા આજ પ્રકારના બીજા વેસલમાં પણ ઈમ્પોર્ટરે નેપ્થા હોવાનું જાહેર કરીને તેમાં ગેસોલીન ઘુસાડી દીધુ હોવાના ઈનપુટના આધારે કસ્ટમે ઝડપી પાડીને રુક જાવોનો આદેશ આપી દીધો હતો. પરંતુ 4 મહિના જેટલો સમય વિત્યા બાદ પણ તેમાં કોઇ કાર્યવાહી ન થતા વિવિધ ચર્ચા અને શંકાને સ્થાન મળ્યું હતું. અંતે દિવ્ય ભાસ્કર દ્વારા ગત ચાર દિવસથી આ બાબત અંગે અહેવાલો પ્રસ્તુત કરીને કસ્ટમ સહિતના વિભાગોનું ધ્યાન ખેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...