તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કસ્ટમ વિભાગમાં ગોટાળાઓ મામલે પહેલાથીજ વિવાદોના વમળ સતત રહ્યા છે ત્યારે વધુ એક વાર સામે આવેલા કિસ્સામાં સંડોવણીમાં સામેલ ઉંચા અધિકારીઓ સામે પણ તવાઈ બોલાવાય તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કંડલા કસ્ટમ વિભાગમાં ગુજરાત કસ્ટમ વિભાગના કમિશનર પહોંચી આવતા ચકચાર મચી હતી. લાંબા સમયથી વિવિધ ચર્ચાઓનો દોર ધરાવતા કંડલા કસ્ટમના ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા કારણ વિના એક કન્સાઈમેન્ટને રોકી રાખવા મુદે આ તપાસનો દાયરો લંબાવાયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ એક કાર્ગો કન્સાઈમેન્ટ આયાત સાથે નિકાસ થવાની સંભાવના સાથે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા ખાતે પહોંચી આવ્યું હતો. જે કાર્ગોને લઈને ખોટી રીતે કંડલા કસ્ટમના ઉચ્ચ અધિકારી દ્વારા ગેરરીતી દાખવીને પરેશાની કરવામાં આવી રહ્યાની માહિતી મળતા ગુજરાત કસ્ટમના મુખ્ય કમિશનર અજય ઓબાલે કંડલા દોડી આવ્યા હતા.
જેમણે પરિસ્થિતીનો અંદાજો મેળવીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. નોંધવું રહ્યું કે અગાઉ પણ ભળતું નામ ધરાવતા સ્થાનિક ઉચ્ચ અધિકારીનું ટ્રાન્સફર મુંદ્રાથી કંડલા થયા બાદ મોટુ ગેરરીતી ધરાવતું કન્સાઈમેન્ટ ડીઆરઆઈની માહિતી હેઠળ ઝડપાતા વિવિધ પ્રકારના તર્ક વિતર્કોને સ્થાન મળ્યું હતુ. સબંધીત કાર્યવાહીને પણ તેની સાથે જોડીને જોવાઈ રહી છે. હવે જે તે મુખ્ય અધિકારી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.