ધરપકડ:એક કરોડથી વધુના કાર્ગો મીસ ડિક્લેરેશન માટે કસ્ટમે ગાંધીધામથી એકની કરી ધરપકડ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા કસ્ટમે એ.વી. જોશી CFSથી ટીસ્યુ પેપરના નામે આવેલી સિગારેટ ઝડપી હતી
  • કસ્ટમ એસઆઈઆઇબીએ માંગેલા રિમાન્ડની અવધી પુરી થતા જ્યુડીસીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયો

ગત પખવાડીયે ગાંધીધામ પાસેના એક સીએફએસમાંથી કંડલા કસ્ટમના એસઆઈબીએ બે કન્ટેનરને અટકાવીને તપાસ કરતા તેમાંથી મોટા પાયે મીસ ડિક્લેરેશન ઝડપાયું હતું. અંદર ટીસ્યુ પેપર હોવાના નામે સિગારેટનો જથ્થો ઘુસાડાયો હતો, જેની કિંમત એક કરોડથી વધુ થવા જાય છે. આ મામલે કસ્ટમે ગાંધીધામથી એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો.

ગાંધીધામથી પડાણા જતા આવતા ઓવરબ્રીજ પાસે ધમધમતા એ.વી. જોશીનાસ સીએફએસમાં થોડા દિવસો પહેલા કંડલા કસ્ટમના એસઆઈઆઈબી વિભાગે દરોડો પાડીને ગલ્ફ દેશથી આવેલા બે કન્ટેનરની તપાસ મુંબઈના ઈશારે કરી હતી. જેમાં ટીસ્યુ પેપર હોવાનું જાહેર કરાયું હતું, પણ તપાસ કરતા તેમાંથી સિગારેટ્સનો જથ્થો મળ્યો હતો. આ મામલે એક કરોડથી વધુની કિંમતનો મનાતો જથ્થો ચોરીછુપી રીતે સીઝ કરીને તેના આરોપી તરીકે વ્યક્તિની ધરપકડ કરી નખાઈ હતી. જેને કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મળ્યા હતા, જે ત્રીજી સપ્ટેમ્બરના પુર્ણ થતા તેને ફરી ન્યાયાલય સમક્ષ રજુ કરાયો હતો. જ્યાંથી જ્યુડીશયલ કસ્ટડીમાં સ્થાનિક જેલ હવાલે કરાયો હતો. આ અંગે કંડલા કસ્ટમ વિભાગનો સંપર્ક સાધતા તેઓ કોઈ માહિતી આપી શક્યા નહતા.

કંડલા કસ્ટમ એસઆઈઆઈબીનું જુઠ્ઠાણુ પકડાયું ?
કંડલા કસ્ટમ એસઆઈઆઈબીએ પખવાડીયા અગાઉ જ્યારે એવી જોશી ગોડાઉનમાં બન્ને કન્ટેનર ઝડપાયા ત્યારે તેમાં જે ડિક્લેર કરાયું હતું, એટલે કે સિગારેટ, તેજ હોવાનું પણ તેની ક્વોલીટીને લઈને ભેદ હોવાથી વધુ ડ્યુટી થતી હોવાનો ઈશ્યું હોવાનું કહીને વધુ ડ્યુટી ભરાવીને કાર્ગો મુક્ત કર્યાનું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ જે કાંઈ પણ થયું હોય, ઓન રેકોર્ડ બનેલા ઘટનાક્રમમાં ટીસ્યુ પેપર ડિક્લેર થયેલા કાર્ગોમાંથી સિગારેટનો જથ્થો ઝડપાયો હોવાનું ખુલ્યું હતું.

જેનો આંકડો એક કરોડથી વધુ થાય છે. અહિ પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે, જો આ મીસ ડિક્લેરેશનજ હતું, તો શા માટે શરૂઆતમાં તેને અંડર વેલ્યુએશનમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો? શું કંડલા કસ્ટમની તેમા કોઇ મુરાદ હતી ? સતત શંકાના દાયરાઓમાં રહેતા કંડલા કસ્ટમ પર ફરી પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

વટાણાના મીસ ડિક્લેરેશન અંગે ઉઠતા ગંભીર આક્ષેપ
પોતાની રીતે કોઇ કાર્યવાહ ન કરવા માટે જાણીતા કંડલા કસ્ટમ વિભાગે મુંબઈથી આવેલા ઈનપુટના આધારે બે કન્ટેનરની સિગારેટ મામલે તપાસ હાથ ધરતા વધુ પસાર થતા વટાણાના ચાર કન્ટેનર ઝડપ્યા હતા. જેમાં પણ વેલ્યુએશન અને ડિક્લેરેશન મામલે ગોબાચારી કરી ખોટી માહિતીઓ આપી અને સત્યતાને છૂપાવાયા હોવાનો ગંભીર આક્ષેપ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...