તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિજ્ઞાસા:કચ્છમાં ગાંધીધામના આકાશમાં કેટલાક દિવસોથી દેખાતા ઉલ્કા જેવા પ્રકાશપુંજથી કુતૂહલ

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામના આકાશમાં સવારે કે સાંજે ધીમી ગતિ આગળ ધપતો ઉલ્કાપિંડ જેવો પ્રકાશપુંજ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામના આકાશમાં સવારે કે સાંજે ધીમી ગતિ આગળ ધપતો ઉલ્કાપિંડ જેવો પ્રકાશપુંજ જોવા મળી રહ્યો છે.
 • રોજ વહેલી સવારે કે સાંજે દેખાતા લીસોટાથી લોકોમાં જાતભાતની ચર્ચા ઊઠી
 • ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના રૂટ બદલાતાં જોવા મળી રહ્યાં છે દૃશ્યોઃ કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ

છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામના આકાશમાં સવારે કે સાંજે ધીમી ગતિ આગળ ધપતો ઉલ્કાપિંડ જેવો પ્રકાશપુંજ જોવા મળી રહ્યો છે, એને લઈને લોકોમાં જાતભાતની ચર્ચાઓએ છેલ્લા કેટલાક દિવસોથી જોર પકડ્યું હતું, ખરેખર તો ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના રૂટ બદલાતાં કચ્છના રહેણાક વિસ્તારોની ઉપરથી પસાર થતાં આ દૃશ્યો દેખાતાં હોવાનું કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના સ્થાપક નરેન્દ્રભાઈ ગોરએ જણાવ્યું હતું.

ગાંધીધામના યુવાન મનીષ શર્માએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અથવા સાંજના સમયે એક તરફથી પૂંછડી સાથે આગળ વધતા આકાશી પદાર્થને જુએ છે, જે દૃશ્યો શહેરના ઘણા લોકો જોઇને કુતૂહલ પામી રહ્યા છે, જે ઉલ્કાપિંડ કે ઉલ્કાવર્ષા હોવાથી લઈને યુએફઓ, જેટ હોવાની ચર્ચાઓ છેડાઈ છે. આ વિષયના અભ્યાસુ સ્ટાર ગેઝિંગ ઈન્ડિયા સાથે જોડાયેલા અને એસ્ટ્રોનોમી ક્લબ શરૂ કરનારા નરેન્દ્રભાઈએ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું છેલ્લા એક મહિનાથી કચ્છના વિવિધ વિસ્તારોથી આ પ્રકારનાં દૃશ્યો લોકો જોઇને કુતૂહલ પામી રહ્યા છે. થોડા સમય અગાઉ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કે જે ગલ્ફના દેશોથી મુંબઈ કે સિંગાપોર જતી હોય, એના રૂટમાં ફેરફાર કરાયો છે, જે હવે જિલ્લાનાં શહેરો ઉપરથી જાય છે એ છે. હાલ શિયાળાની ઠંડી ઋતુ હોવાને કારણે એનાથી ઉત્પન થતા ગેસને છોડાતા કણો પાછળ વિખેરાઈ જાય છે, એના પર સવાર કે સાંજના સમયે સૂર્યનાં કિરણો પડતાં કે ઓરેન્જ કે સફેદ જેવો ચળકાટ દેખાય છે, જેથી તે ઉલ્કા જેવું હોવાનું પ્રતીત થાય છે.

અહીં નોંધવું રહ્યું કે થોડા સમય અગાઉ આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણોના રૂટને બદલાવવામાં આવ્યા હોવાના અહેવાલ બહાર આવ્યા હતા, જે અંગે જાણકારોએ જણાવ્યું હતું કે અગાઉ રણ વિસ્તારની ઉપરથી ઊડતાં વિમાનો હવે શહેરી વિસ્તાર ઉપરથી ઊડતાં આ પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો