કટાક્ષ:ખસ્તાહાલ માર્ગો અંગે જનાક્રોષ, વીડિયો બનાવી કટાક્ષ કરાયો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એવો રસ્તો ગોતવો શક્ય નહિ, જેમાં ખાડો ન હોય
  • ગત વર્ષે જ ‘આમુલ પરિવર્તન’ પામેલો ગુરુકુળ માર્ગ ધોવાઈ ગયા

ગાંધીધામ, આદિપુરમાં માર્ગોની ગંભીર પરિસ્થિતીઓ અંગે હવે નગરજનો ફરિયાદ કરીને એટલા કંટાળ્યા છે, કે તે સીવાયના ઉપાયો તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરના એક સમુહએ આખા ગાંધીધામમાં ફરીને એવો વીડીયો બનાવ્યો હતો, જેમાં તેઓ દરેક ખાડાઓ હોવાના કારણે શું ફાયદો થઈ રહ્યો છે તેનો કટાક્ષ કરી રહ્યા હતા, તે ખુબ વાઈરલ થયો, જે શહેરના સામાન્ય નાગરિકો શું અનુભુતી કરી રહ્યા છે, તેનું પ્રતિબંબ છે.

સંકુલના દરેક રોડ રસ્તાની હાલત વરસાદ બાદ અત્યંત દયનીય થઈ ગઈ છે, ખાડાઓનું પ્રમાણ અસામન્ય સ્તરનું હોવાની રાડ આખા શહેરથી ઉઠી રહી છે. કમ સે કમ એક વરસાદ ચાલે એવા માર્ગો નગરપાલિકા બનાવે તેવા મીમ અને જોક્સ ફરતા થઈ રહ્યા છે, જે વચ્ચે એક આખો વીડીયો કે જેમાં શહેર ભરમાં ફરીને યુવાનો રોડ રસ્તામાં પડેલા ખાડાઓ દર્શાવી રહ્યા છે, તે વાઈરલ થઈ રહ્યો છે. આદિપુરના પોલીટેકનીક સામે પ્લોટ 417, વોર્ડ 2બી સામેના માર્ગનું આમુલ ધોવાણ થઈ ગયું છે.

ગયા વર્ષે શહેરના પોશ ગણાતા રોડ ગુરુકુળ રોડનું આમુલ પરીવર્તન આવ્યું હોવાનો દાવો કરાયો હતો, તે માર્ગની એકજ વર્ષમાં હાલત અત્યંત દયનીય થઈ ગઈ છે. આવીજ આખા શહેરની હાલત હોવાની ફરિયાદ ઉઠી રહી છે. લોકોનું કહેવુ છે કે એવો એક રસ્તો ગોતવો સંભવ નથી કે જેમાં ખાડો ન હોય, દરેક માર્ગો ધોવાઈ ગયા છે. માર્ગોના ખસ્તાહાલના કારણે દ્વિચક્રી વાહનો સ્લીપ થવાના તેમજ અકસ્માત થવાની ઘટનાઓ રોજિંદી સામે આવી રહી છે. જે માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તંત્ર જવાબદાર કેમ નથી તે પ્રશ્ન મજબુત બનતો જઇ રહ્યો છે.

ગાંધીધામના લોકો ત્રસ્ત, સાશકો મસ્તઃ સમીપ જોશી - વિપક્ષ નેતા
ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીપ જોશીએ જણાવ્યું હતું કે શહેરના લોકો ત્રસ્ત છે અને સાશકો અલગજ માહોલમાં મસ્ત હોય તેવું દેખાય છે. શહેરમાં એક પણ માર્ગ એવો નથી જેમાં ખાડા ન હોય. જાણે આખુ ગામ ખાડામાં છે. રોજ આ ખાડઓના કારણે અકસ્મતોના બનાવ બની રહ્યા છે અને અસ્થિભંગના બનાવ સામે આવી રહ્યા છે.

જો નગરપાલિકા તાત્કાલીક ધોરણે ડામર ન ભરી શકે તો તે પેવર બ્લોક લગાવીને ખાડાઓની પુર્તી કરી શકે ને. નખાતી કપચી ફરી નિકળી જાય છે અને સમસ્યામાં વધારો કરવાનું કામ કરી રહી છે. જીઆઈડીસી હોય, પાલિકા પ્રમુખનો પોતાનો વિસ્તાર હોય કે કોઇ પણ શહેરનો અન્ય એરીયા હોય પરિસ્થિતિ વાહનથી નહિ, પણ પગે ચાલવા લાયક પણ નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...