અભાવ:બગીચાની સંભાળના અભાવે ખસ્તા હાલત: અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવાજી પાર્ક સહિતના બગીચાઓમાં સગવડો ખસ્તાહાલની રાવ
  • અગાઉ પણ થયેલી ઉચ્ચ કક્ષાએ ફરિયાદો છતાં કોઇ પગલા ન લેવાયાનો સુર

ગાંધીધામમાં બગીચાઓની સારસંભાળ અને જાળવણીને લઈને વર્ષોથી ઉઠી રહેલા પ્રશ્નો ફરી ફરીને ઉભા થઈ રહ્યા છે. શહેર મધ્યે આવેલા શિવાજી પાર્કમાં અસામાજિક તત્વો રાત્રીના અડીંગો જમાવતા હોવાની સાબીતી સવારે મળતા લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. આ પાછળ કોની વ્હાલાદોલાની નીતિ કામ કરી રહી છે તે ઉચ્ચસ્તરે તપાસ થવી જોઇએ તેવો સુર ઉઠવા પામ્યો છે.

શિવાજીપાર્કની જાળવણી માટે એક તરફ જ્યારે પાલિકા દર મહિના હજારો રુપીયા આપે છે ત્યારે તેના હીંચકાઓ સહિતના સંશાધનો તુટેલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે,એટલુંજ નહિ પરંતુ સુરક્ષાના અભાવની સ્થિતિને ચરીતાર્થ કરતી સ્થિતિ થોડા મહિનાઓ અગાઉ જોવા મળી હતી જ્યારે તેનો ચોકીદાર રાજાપાઠા સ્થિતિમાં સ્થાનિકોએ આબાદ ઝડપી પાડ્યો હતો.

તો હજી પણ અહિ દેશીદારુની કોથળીઓ જોવા મળતા સભ્ય સમાજના લોકો અહી આવતા ક્ષોભ અનુભવ કરી રહ્યા હોવાનો સુર ઉઠવા પામ્યો છે. સામાજિક કાર્યકરો દ્વારા આ અંગે અનેક વાર પ્રશ્નો ઉઠાવાયા પણ પ્રશાસનના કુંભકર્ણી કાનોમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં કોઇ પગલા ભરાયા ન હતા. હવે લોકોને મનોરંજનના સાધનો સારી સુવિધાના મળે તે માટે પાલિકા ક્યારે જાગશે?

અન્ય સમાચારો પણ છે...