લેન્ડ ગ્રેબિંગ:પડાણા જમીન કૌભાંડમાં ડેવલોપર મહેતા સહિત 7 સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના પડાણા ગામ પાસે આવેલી કિંમતી જમીનને હડપી જવાના ઈરાદે આરોપીઓએ ભળતા નામોથી બનાવટી દસ્તાવેજ બનાવીને જમીન પચાવવાની કોશીશ કરી હતી. જે અંગે ગત વર્ષે ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં ગાંધીધામના ડેવલોપર બીજલ મહેતા સહિત 7 વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે મુંબઈના અમૃતલાલ ભાણજીભાઈ શાહે આરોપીઓ પ્રવિણ વેરશી બોરીચા, ભાવેશ દિનેશ રાઠોડ, વિરેંદ્ર ઉર્ફે વીરુ સુરેશભાઈ ધુળીયા પટેલ, સન્મુખરાવ અપ્પન્નારાવ, પરેશભાઈ દામજી ગડા, મહેંદ્ર ખેલશંકર રાજગોર અને બીજલ જયેશ મહેતા વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધની કાયદા તળે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદીની પડાણા ગામે આવેલી જમીન રેવન્યુ સર્વે નં. 163 અને હાલના નવા રેવન્યુ સર્વે નં. 10 વાળી જમીન જે એકર 11,18 ગુંઠા, હેક્ટર 4-63-37 પ્રતિ આરે વાળી જમીન ઉધોગ તથા વાણીજ્ય હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પ્લોટ નં. 1 થી 23 કે જેનું કુલ ક્ષેત્રફળ 21,355.85 ચોરસ મીટર છે. તે જમીનને હડપ કરી જવાના ઈરાદે આરોપીએ મળતા ભળતા નામનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાની કોશીશ કરી હતી.

ફરિયાદીએ જણાવ્યું કે આ જમીન અંગે 1989માં ખરીદી કરી દસ્તાવેજો બનાવેલા છે. જે જમીન અંગે આરોપી પ્રવિણએ ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ બનાવીને ગાંધીધામની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બતાવીને સન્મુખ રાવને જમીન 1.36 કરોડમાં વેંચી હતી. તો ત્યારબાદ બોગસ દસ્તાવેજોના આધારે ગાંધીધામની મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક લીમીટેડ બેંકમાં લોનનો જમીન પર બોજો પણ નાખ્યો હતો. બેંકના મેનેજરને ફક્ત 10 લાખની લોન મંજુર કરવાની સતા હોવા છતાં 37 કરોડની લોન મંજુર કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા આ જમીન બાબતે થયેલી ઠગાઈ, છેતરપીંડી અને લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ નોંધવા 2020માં બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. જે જિલ્લા મજીસ્ટ્રેટ, ક્લેક્ટરને નકલ મોકલાવાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતા કાયદા તળે ગુનો નોંધાયો હતો. શહેરના જાણીતા ડેવલોપર મહેતા સહિતના આરોપીઓ વિરુદ્ધ કાયદાનો સીંકજો વધુ કસાયો હતો.

અન્ય સમાચારો પણ છે...