કોરોનાવાઈરસ:કંડલા આવેલા જહાજમાં ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 23 ક્રૂ મેમ્બરને જહાજની અંદર આઇસોલેટેડ ક્વોરન્ટીન કરાયા
  • શાહજહાંથી કંડલા આવવા જહાજ નિકળ્યું હતું
  • ક્રૂ મેમ્બરને કોરોના પોઝિટિવ નિકળ્યાનો કચ્છમાં બીજો કેસ

અગાઉ એક ક્રૂ મેમ્બરને કોરોના પોઝિટિવ નિકળતાં પોર્ટ સેક્ટર અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન આજે પણ યુએઇથી સિલીકા માટી ભરીને દીન દયાળ પોર્ટમાં આવેલા જહાજમાં ભારતના યુવાન ક્રૂમેમ્બરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કવોરન્ટીન કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. અગાઉ મુન્દ્રા પોર્ટમાં એક ક્રૂ મેમ્બરને કોરોના પોઝિટિવનો રિપોર્ટ નિકળ્યો હતો.  

વિશાલનો ટેસ્ટ તા.28મીના લેવામાં આવ્યો
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શાહજહાંના ખોરફાકન બંદરથી સિલીકા માટી ભરીને દીન દયાળ પોર્ટ આવેલા જહાજમાં રહેલા ક્રૂ મેમ્બર વિશાલના કોરોના પોઝિટિવનો રીપોર્ટ આવ્યો હતો. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ સાઇન ઓન અને સાઇન ઓફની માર્ગદર્શિકા મુજબ જહાજમાંથી ભારતમાં ઉતરતા કે ભારતમાંથી જહાજમાં સવાર થતા ક્રૂ મેમ્બરનો બંદર પર ટેસ્ટ લેવાય છે. વિશાલનો ટેસ્ટ તા.28મીના લેવામાં આવ્યો હતો. રોહતકના વતની આ યુવાનને સંપર્કમાં 38 લોકો આવ્યાનું બહાર આવ્યું હતું. જેને લઇને આરોગ્ય વિભાગના ડૉ. દિનેશ સુતરીયા સહિતની ટીમે યુવકના સંપર્કમાં આવેલા 7ને હોટલ આરતી ઇન્ટરનેશનલમાં ઇન્સ્ટીટ્યુશનલ ક્વોરન્ટીન કર્યા છે.  જ્યારે 23 સેઇલર્સ ક્રૂ મે્મબરને જહાજમાંથી ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 8 જેટલાને આદિપુરમાં લીલાશાહ કુટીયામાં ક્વોરન્ટીન કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...