તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પાલિકાના બીજા કોરોના વોરિયર કર્મચારીને કોવિડ ભરખી ગયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કર્મચારીના મોતથી પાલીકામાં શોકનું મોજું ફરી વળ્યું
  • પાણી વિભાગના કર્મચારીને ચેપ લાગતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો

ગાંધીધામ નગરપાલિકાના આવશ્યક સેવા સહિતના અન્ય વિભાગોમાં કામ કરતા કોરોના વોરિયર્સ કર્મીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ આપવામાં આવતી નથી તેવો કચવાટ અગાઉ જાગ્યો હતો. સફાઇ વિભાગના એક કર્મચારીને બેડ અને ઓક્સિજન ન મળતાં મૃત્યુ પામ્યાની ઘટના બનતાં કર્મચારીઓએ પાલિકાના કર્મીઓને બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ મળવી જોઇએ તેવી માગણી કરી હતી. દરમિયાન આ માગણીની હજી શાહી સુકાઇ નથી ત્યાં પાણી વિભાગના એક કર્મચારીનું મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ આ કર્મીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બાબતની જાણ પાલિકાના કર્મચારીઓમાં થતાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેરમાં આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે નગરપાલિકાના જે-તે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પ્રયત્નો કરી રહ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ પણ કોરોના કાળમાં પોતાના ભાગે આવતી કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પાણી વિભાગના વાલ્વમેનને કોરોના ડિટેક્ટ થતાં હલસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું નિધન થયું હતું. આ બનાવની જાણ થતાં જ પાલિકાના કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

કર્મચારીઓને રસી આપવામાં આવી હતી
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ, અગાઉ ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી આપવા માટે નક્કી કરવામાં આવ્યુ઼ હતું જે સંદર્ભે પાલીકાના કર્મચારીઓને વેક્સિન આપવા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનો ઘણા કર્મચારીઓએ લાભ લીધો હતો. સૂત્રોનો દાવો છે કે, હાલ અવસાન પામેલ કર્મચારીએ વેક્સિન નો ડોઝ લીધો ન હતો. પાલીકાના જે કર્મચારીઓને વેક્સિનના ડોઝથી વંચિત રહ્યા છે તેને વેક્સિન અપાવવા માટે સંસ્થાના ટોચના અધિકારી અને પદાધિકારીઓએ આગળ આવવું પડશે. ઉલ્લેખનિય છે કે, કોરોના સામેની ઝૂંબેશમાં રક્ષણ માટે સામાજિક અંતર વેક્સિન અને માસ્ક મહત્વનું હથિયાર ગણાવાઇ રહ્યું છે.આવા સંજોગોમાં કોઇ બેદરકારી ચલાવી ન લેવાય તે માટે અન્ય સંસ્થાઓએ પણ તેના કર્મચારીઓને રસી આપી ન હોય તો તે અંગે પગલાં ભરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...