ભુજ:CFSમાં ડેમરેજ માફ કરવાની અપીલ નકારતી કોર્ટ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક લાખથી વધુ કન્ટેનરો, તેના થકી 25 હજાર જેટલા વેપારીઓ પર અસર : દિલ્હી હાઇકોર્ટ

કચ્છમાં મુંદ્રા પાસે આવેલા સીએફએસ દ્વારા શીપીંગ મંત્રાલય, કસ્ટમ કમિશનરેટ સહિતના દ્વારા જાહેર કરાયેલી લોકડાઉનના ગાળામાં ડેમરેજ માફીની જાહેરાતને નકારતા તેમની સામે દિલ્હી હાઈકોર્ટ ખાતે તાત્કાલીક રાહતની માંગ સાથે વચગાળાની અપીલ નિકાસકારોએ કરી ડેમરેજ, ગ્રાઉન્ડ રેન્ટ, કન્ટેનર ડીટેશન્સ ચાર્જીસ સહિતના ચાર્જમાં માફીની માંગ કરી હતી. જેને દિલ્હી હાઈકોર્ટે  વિવિધ ગ્રાઉન્ડના આધારે નકારી કાઢી છે. જેમાં મેજર પોર્ટ અંતર્ગત મુન્દ્રા ન આવતું હોવાની તેમજ સીએફએસ અને નિકાસ, આયાતકારો વચ્ચે ખાનગી કરારમાં સરકારની ભૂમિકા ન હોવાનો સમાવેશ થાય છે. આ નિર્ણય એક લાખથી વધુ કન્ટેનરો અને તેનાથી સંલગ્ન અંદાજે 25 હજાર જેટલા વેપારીઓને પ્રભાવીત કરે છે. 

‘મેજર પોર્ટ’ ની વ્યાખ્યામાં મુન્દ્રા નહીં, સીએફએસ/આયાતકારો વચ્ચે ખાનગી કરારમાં સરકારની ભૂમિકા ન હોવાની દલીલ  
સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે પણ પોર્ટને સરકારે આવશ્યક કેટેગરીમાં રાખીને ચાલુ રાખવાનું ઠરાવ્યું હતું. પરંતુ તે સામે શ્રમિકો, સપ્લાય, ટ્રાન્સપોર્ટેશનમાં થતી અગવડોના કારણે ઘણા આયાત અને નિકાસકારો તેમના આવેલા કાર્ગો, કન્ટેનરોને આગળ ધપાવી શક્યા નહતા. જે અલગ અલગ કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન (સીએફએસ) માં છે. દરમ્યાન માંગ અનુસાર શીપીંગ મંત્રાલય અને કસ્ટમ કમિશનર દ્વારા પણ મેજર પોર્ટને કોરોના આપદાકાળના કારણે પરિસ્થિતીઓનો હવાલો આપીને ડેમરેજ,પેનલ્ટી, રેન્ટ સહિતના ખર્ચાઓમાં ઉપભોક્તાઓને માફી આપવા જણાવ્યું હતું. પરંતુ સીએફએસ દ્વારા તેને માનવાથી ઈન્કાર કરીને ચાર્જીસની માંગ ચાલુ રાખી હતી. જેથી તેમની સામે આયાતકારો અને અન્ય ઉપભોક્તાઓએ દિલ્હી હાઈકોર્ટૅનો દરવાજો ખખડાવીને તાત્કાલીક રાહતની અપીલ કરી હતી. જેને દિલ્હી હાઈકોર્ટે નકારીને સરકારની તેમા કોઇ ભુમીકા ન હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં રજુ કરાયેલી સીએફએસ પક્ષની દલીલમાં શીપીંગ મંત્રાલય દ્વારા જે પરીપત્ર જાહેર કરાયો હતો તે ‘મેજર પોર્ટ’ સંલગ્ન છે. જ્યારે કે સબંધીત સીએફએસ મુંદ્રા અને જામનગર પોર્ટ ખાતે કાર્યરત છે, જે મેજર પોર્ટ નથી, તેમજ તે સીવાય પણ જે કરાર સીએફએસ અને આયાતકાર અને નિકાસકાર વચ્ચે થયો છે, તે ખાનગી છે અને તેમા સરકારને કોઇ રોલ ભજવવાનો નથી રહેતો તેમ જણાવાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...