સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:ગાંધીધામની 6 પંચાયતોની મત ગણતરીમાં 9.30 કલાક લાગ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મિનિટમાં 4 મત ગણાયા: શિણાયમાં ભાજપના જ ઉમેદવારો ટકરાયા

કચ્છના સૌથી નાના ગણાતા તાલુકામાં 7 ગ્રામપંચાયતો પૈકી એક ગ્રામ પંચાયત સમરસ થયા પછી બાકીની 6 ગ્રામ પંચાયતો માટે જ્યારથી જાહેરાત થઇ ત્યારથી જ રાજકારણમાં ગરમી આવી હતી. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હવે પરીણામ પછી પોતાની સર્મપિત આગેવાનો જીત્યા હોવાનો દાવો કરી રહ્યા છે. દરમિયાન 22744 મતની ગણતરી કરવા પાછળ નવ કલાકથી વધુ સમય ગયો હતો. આમ અંદાજે એક મીનીટમાં ચાર મતની ગણતરી થઇ હતી. 60 જેટલા કર્મચારીઓ મત ગણતરીની કામગીરીમાં જોતરાયા હતા.

ભાજપનો ગઢ મનાતા વિધાનસભા ક્ષેત્રમાં નગરપાલિકાની ચૂંટણીમાં જોવામાં આવે તો 45 બેઠકો અગાઉ હતી તેમાં વધારો કરીને 2 બેઠકો વધી હતા. શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ યથાવત રહેવા પામ્યું હતું. અને કોંગ્રેસને ફટકો પડ્યો હતો. બે બેઠકો ઘટી હતી. ત્યાર બાદ હવે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શહેરી ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ પોતાની પકડ જમાવવા માટે બન્ને પક્ષો પ્રયત્ન કરશે.

ભાજપના કેટલાક ગઢ ગણાય તેવા ગામડાઓમાં કાંગરા ખેરવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના પણ કેટલાક ગામડાઓ પરંપરાગત રીતે મતદાન કરતા હોય તેમાં પણ સામા પક્ષે મત મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. હાલ પાયાના ગણી શકાય તેવી બાબતમાં જોવામાં આવે તો પંચાયતી રાજને લાગે વળગે છે તેવા સંજોગોમાં ગામડાઓમાં કોની પકડ વધુ મજબુત રહે છે તે આગામી દિવસોમાં જણાશે. પરંતુ રાજકારણનો સીનારીયો કરવટ બદલે તો પણ નવાઇ નહીં. શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરીની કામગીરી પૂર્ણ થઇ હોવાનો દાવો મામલતદાર મેહુલ ડાભાણીએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...