તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:કેશ ડિપોઝિટ મશીનમાં 200 ની નકલી નોટ પધરાવાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છની આર્થિક નગરીમાં અગાઉ એકાંતરે બેંકોમાં જાલી નોટ મળી આવતી હતી. વચ્ચે થોડા સમયે આ સિલસિલો બંધ રહ્યા બાદ પુન: નકલી નોટ ભરવામાં આવી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ગાંધીધામ રાજકોટ નાગરિક સહકારી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રકમ સાથે રૂ.200 ની નકલી નોટ પધરાવાઇ હોવાની જાણ બેંકના બ્રાન્ચ મેનેજરે પોલીસને કરી છે. બ્રાન્ચના મેનેજર જીજ્ઞેશભાઇ પંડયાએ પોલીસને જણાવ્યું છે કે, તા.17/9 ના સવારે 10 થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન બેંકના ગ્રાહક શ્રી રામ માર્કેટિંગ (પો.ઓઝા વિરેન દિલીપભાઇ) દ્વારા બેંકના કેશ ડિપોઝિટ મશિનમાં રૂ.200 ની નકલી ચલણી નોટ જમા કરાવાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો