આ લહેરમાં159 કેસ:કોરોનાનો કાળો કેર યથાવત રહ્યો, ગાંધીધામમાં 27 કેસથી હાહાકાર

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના કોરોના પોઝિટિવ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રીનું પ્રમાણ વધુ
  • દુકાનદારોએ બે ડોઝ લીધા છે કે કેમ તે સહિતની માહિતી લગાવવાનો પણ અભાવ : લોકો ખુલ્લેઆમ માસ્ક વગર ફરી રહ્યા છે

ગાંધીધામ- આદિપુરમાં કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે. દિવસેને દિવસે પોતાની હાજરી પુરાવીને અન્ય વિસ્તારોમાં પ્રસરતા આ કેસમાં આજે 26 શહેરી અને 1 ગ્રામીણ મળીને 27 કેસ નોંધાતા અત્યાર સુધી જોવામાં આવે તો 159 કેસ નોંધાઇ ચુક્યા છે. આ વેવમાં હવે વધુ તકેદારી રાખીને ચિંતન કરીને તંત્ર દ્વારા પણ જે થોડીક છૂટછાટો આપવામાં આવી છે અને હળવાસથી લોકો પણ લઇ રહ્યા છે તેમાં જો ચકાસ રાખવામાં આવશે તો ગંભીર સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. મોટા ભાગના કિસ્સામાં ટ્રાવેલ હિસ્ટ્રી જણાવાઇ રહી છે અને કેટલાક કેસ સ્થાનિક સંક્રમણના પણ મનાઇ રહ્યા છે. આવા સંજોગોમાં વધુ તકેદારી રાખવી જરૂરી બની છે. લોકોએ પણ સામાજિક અંતર જાળવવાથી લઇને માસ્ક પહેરવા સહિતની બાબતોમાં નિષ્કાળજી દાખવવી મોંઘી પડી શકે તેમ છે.

શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં શહેરી વિસ્તારની સાથે સાથે હવે ગ્રામીણ વિસ્તાર પણ તેમાં ઝપેટમાં આવી રહ્યો છે. ગાંધીધામ- આદિપુરને આવેલા કેટલાક ગામોમાં કોરોનાએ દસ્તક દઇ દીધી છે. આ બાબતે હવે ગામડાઓમાં પણ વધુ જાગૃતિ રાખવાની જરૂર છે. વળી, એકબાજુ વેક્સિન આપવાની કામગીરી છાત્રોને માટે ચાલી રહી છે. સાથે સાથે અન્ય પ્રથમ કે બીજા ડોઝ માટે પણ રસીકરણ થઇ રહ્યું છે. જે લોકો આ બાબતે નિષ્કાળજી રાખી રહ્યા છે તેને માટે ભવિષ્યમાં ખતરો ઉભો થાય તે શક્યતા નકારી શકાય તેમ નથી.

જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ગાંધીધામ શહેર અને તાલુકામાં જોવામાં આવે તો ખાસ કરીને સંકુલમાં અગાઉ બહાર પાડવામાં આવેલા રાજ્ય કક્ષાના નિયમ મુજબ દુકાનદારો દ્વારા બે ડોઝ લીધા છે કે કેમ તેના પ્રમાણપત્રો લગાવવાના હોય છે. પરંતુ આવા પ્રમાણપત્રો કેટલાક દુકાનદારોએ લગાવ્યા હોય તેવું જણાતું નથી. માત્ર આગળીને વેઢે ગણાયેલા દુકાનદારો પાસે આવા પ્રમાણપત્રો દુકાનમાં નજરે ચડે છે. આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. સાથે સાથે બજારમાં માસ્ક વગર લોકો ફરી રહ્યા છે. તે પણ યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...