તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:કોરોનાએ ડીપીટીના બીજા પૂર્વ ટ્રસ્ટીનો ભોગ લીધો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતભાઇ રાજગોરના નિધનથી ડીપીટી કર્મીઓમાં શોકનું મોજું

દીન દયાળ પોર્ટમાં અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂકેલા ટ્રસ્ટીનું કોરોનાના કારણે નિધન થયું છે. તેના નિધનના પગલે ડીપીટીના કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દીન દયાળ પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોરોનામાં પોર્ટના કર્મચારીથી લઇને અધિકારીઓ સપડાયા છે. સંક્રમણ થતાં 25થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં કેટલાક સાજા પણ થઇ ગયા છે. જ્યારે કેટલાક કર્મીઓના મોત પણ નિપજ્યાં છે. લોકડાઉનની ભીતિમાં પોર્ટને ધમધમતું રાખવાના હેતુથી સામાજિક અંતર જાળવવાથી લઇને સેનિટાઇઝેશન સહિતની કામગીરી ડીપીટી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને ગોપાલપુરીમાં કોવિડ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે.

દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અગાઉ ટ્રસ્ટી તરીકે રહી ચૂકેલા ભરતભાઇ રાજગોરનું કોરોનામાં નિધન થયું છે. તેના નિધનના સમાચારના પગલે કર્મચારીઓમાં શોકની લાગણી જન્મી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનામાં દીન દયાળ પોર્ટના લેબર ટ્રસ્ટી તરીકે વર્ષોથી સેવા આપતા અને અડીખમ કામદાર નેતા ગણાતા હતા તે પોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ મનોહર બેલાણીનું પણ કોરોનામાં મોત થયું હતું. આમ ડીપીટીના બે પૂર્વ ટ્રસ્ટીઓના કોરોનાના પગલે નિધન થયું છે.

અન્ય સમાચારો પણ છે...