તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:કોરોનાને લીધે કોર્ટ જરૂરી કામ સિવાય બંધ રાખવા માંગ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વકીલોએ એડિશનલ જજને આવેદન પત્ર આપ્યું

ગાંધીધામ કોર્ટ અગત્યની કામગીરી સિવાય તમામ કામગીરી કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી બંધ કરવાની માંગ વકીલોએ એડિ. ડીસ્ટ્રી. જજને રજુઆત કરી છે. વકીલોએ રજુઆતમાં જણાવ્યું છે કે, ગાંધીધામ કોર્ટમાં લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહેલા ધારાશાસ્ત્રીઓ પૈકી અમુક 65 વર્ષથી વધુ વય ધરાવે છે. હાલ જ્યારે આખા વિશ્વમાં કોવિડ-19 ના કારણે ફરીથી ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે તથા છેલ્લા 2020ના વર્ષની પરિસ્થિતિ કરતાં પણ અત્યારે સ્થિતિ ભયજનક અને ભયાનક છે. છેલ્લા 5 દિવસમાં ગુજરાતમાં આશરે 1500 દર્દીઓથી વધુ દર્દીઓના આંકડા નોંધાયેલા છે તથા આજની પરિસ્થિતિ મુજબ 1790 દર્દીઓ નોંધાયેલા છે.

ગુજરાતની ઘણી કોર્ટોમાં જજીસ , સ્ટાફ તથા વકીલો સંક્રમિત થયા છે. તેવી જ રીતે ગાંધીધામ કોર્ટમાં પણ વકીલો અને લીટીગન્ટ્સ સંક્રમિત થયા છે. હાલે ગાંધીધામ કોર્ટ પરિસરમાં સામાન્ય રીતે કામકાજ થઇ રહ્યું છે તે પ્રમાણે કોર્ટ પરિસરમાં ભીડ થતી હોય છે જે સંક્રમિત થવાની પરિસ્થિતિનું નિર્માણ કરે તેમ છે.

આ સંક્રમણને રોકવા યોગ્ય કાર્યવાહી કરવા તથા હાલની પરિસ્થિતિ અનુરૂપ કોર્ટની અગત્યની કામગીરી સિવાય તમામ કાર્યવાહી બંધ કે સ્થગિત કરવા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ મારફત ડિસ્ટ્રિક્ટ જજને અરજ કરી છે. આ રજુઆત એન.જે.તોલાણી, વી.ડી.આસવાની, લલિત કેલા, આર.બી.ઝાલા, જે.વી.ભેદા, એસ.ઓ.ચૌધરી, કે.ડી.પ્રસાદ, પી.ડી. અંજારીયા, જી.વી. પરીયાણી, આર.એન. કેશવાણી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો