તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજારમાં તેજી:કોરોના હાઉ છતાં ફટાકડા બજારમાં તેજીનો ચમકારો, બજારમાં ફટાકડા ખરીદવા લોકો ઉમટી પડ્યા

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીપીટીના મેદાનમાં બનાવવામાં આવેલા ફટાકડા બજારમાં શરૂઆતથી જ ગ્રાહકોનો ઘસારો રહ્યો હતો. બે દિવસ હજુ વધુ ખરીદી થાય તે માટે પણ સંભાવના નકારી શકાય તેમ નથી.સંકુલમાં અંદાજે 49થી વધુ સ્ટોલ ડીપીટીના મેદાનમાં ફટાકડાના તૈયાર કરવામાં આવ્યા છે. તંત્રની સૂચનાના પગલે અને આપાવમાં આવેલા માર્ગદર્શન મુજબ ફટાકડા બજાર તૈયાર કરવામાં આવી હતી. ગઇ કાલે રાત્રે ફટાકડા બજારમાં તેજીનો વધુ ચમકારો જોવા મળ્યો હતો.

ફટાકડાની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા, તે જોઇને વેપારીઓ ગેલમાં આવી ગયા હતા. હજુ પણ ફટાકડા બજારમાં વધુ ખરીદી થાય તેવી સંભાવના છે. વેપારીઓના જણાવ્યા મુજબ કચ્છમાં જે વખતે ભૂકંપ આવ્યો ત્યાર બાદની દિવાળીમાં ફટાકડાની જે રીતે ખરીદી થઇ હતી તેટલી જ ખરીદી હાલ થઇ રહી છે. લોકો કોરોનાના હાઉને ભગાવી મુક્તમને દિવાળીનું પર્વ ઉજવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો