આગવી ઓળખ:રૂ 55 લાખના ખર્ચે થનાર 5-ડીની સુવિધાના ટેન્ડરનો વાદ-વિવાદ

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના એમ્યુઝમેન્ટ પાર્ક માટે 2 એજન્સીએ રસ દાખવ્યો
  • પાર્કમાં અદ્યતન મનોરંજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અડચણ

ગાંધીધામ નગરપાલિકાની ગત બોડી દ્વારા લેવામાં આવેલા કેટલાય નિર્ણયોમાં વિલંબ કે અન્ય કોઇ કારણોસર વાદ-વિવાદો થયા હતા. ખાસ કરીને એમ્યુઝમેન્ટ પાર્ક બ નાવવાની દિશામાં લાંબા સમયથી પ્રશ્નો ઉભા થયા હતા. આખરે અંદાજે ત્રણેક કરોડના ખર્ચે તૈયાર થનાર ભવનના કામમાં જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ગત બોડી વખતે લેવામાં આવેલા નિર્ણય બાદ નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં હવે બે એજન્સીએ રસ દાખવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે.

જોકે, આ ટેન્ડરનો વિવાદ ઉઠ્યો છે અને ભાજપના મોવડી મંડળ સુધી પહોંચાડાયો છે. નગરપાલિકામાં વિકાસ કામો થાય તે દિશામાં જે રીતે પગલા ભરવા જોઇએ તેમાં અવારનવાર અડચણો આવી રહી છે. ગત બોડી વખતે જે રીતે ઝડપી કાર્યવાહી થતી હતી અને વિવાદો થતાં પરંતુ તેમાંથી રસ્તો કાઢીને પદાધિકારીઓ આગળ વધતા ગયા હતા અને કામો ફટાફટ શરૂ કરાવ્યા હતા. જોકે, ત્યાર બાદ નવી બોડીની રચનામાં લોકોની પનોતી કે અન્ય કોઇ કારણોસર જે ગતિએ કામ થવા જોઇએ તે થતા ન હોવાનો કચવાટ ઉભો થાય છે.

5-ડી કાર્યરત પણ થઇ ગયું હોત
નગરપાલિકાને આપવામાં આવેલી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી અંદાજે ચારેક કરોડના ખર્ચે બનાવવામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં લોકોના મનોરંજન માટે 3-ડી થીયેટરની અગાઉ સુવિધા ઉપલબ્ધ કરવા અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું. જે તે સમયે પણ ટેન્ડર ભરવામાં એજન્સીએ બહુ રસ દાખવ્યો ન હતો. ત્યાર બાદ લાંબા સમયથી કામગીરી ચાલતી હતી અને અન્ય એજન્સી નક્કી થયા પછી 5-ડીની જોગવાઇ કે જેને લઇને થીયેટરમાં પ્રેક્ષકોને આબેહૂબ અનુભવ થાય તે માટેનો અભિગમ દાખવવામાં આવ્યો હતો. આ જો વ્યવસ્થિત કામ થયું હોય તો અત્યાર સુધીમાં આ સુવિધા થઇ ગઇ હોત.

રાજ્યમાં બે સ્થળે જ આ સુવિધાનો દાવો
નગરપાલિકાના સૂત્રોના દાવા મુજબ અઘાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા ત્યારે સિંગલ ટેન્ડરો આવતા હતા. ત્યાર બાદ જે એજન્સીએ રસ દાખવ્યો છે તેને 5-ડીની સુવિધા અન્ય એક સ્થળ પર પણ કરી ચુકી છે. અનુભવ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે અને અહીં આ સુવિધા ઉભી થાય તો રાજ્યમાં બીજા સ્થળે પાર્કમાં આવી સુવિધાઓ લોકોના હિત માટે થશે તેવી ગણતરી પણ કરવામાં આવી રહી છે. એક જ એજન્સીને કામ મળે તે દિશામાં કાર્યવાહી થઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...