વિવાદ:પ્રમુખને રજૂઆત બાદ નાળાનું કામ અટકાવી દેવાયાનો વિવાદ

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વકીલે વોર્ડ 12-બીની સમસ્યા વ્યક્ત કરી હતી
  • યોગ્ય કાર્યવાહી ન થાય તો કાનૂની કાર્યવાહી કરવા પ્રમુખને પત્ર લખાયો

ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ પાસે વકીલે વોર્ડ 12-બીના પ્લોટ નં. 204થી 323ની આગળ આવેલા પ્લોટ પાસે બનાવેલા વરસાદી નળાના નિકાલના મુદ્દે રોડ લેવલને ધ્યાનમાં રખાયું ન હોવાથી લઇને લોકોને પડી રહેલી મુશ્કેલીની રજૂઆત કરી હતી. આ રજૂઆત વેળા વકીલ સાથે પાલિકાના પ્રમુખના પતિએ જવાબ આપ્યો હતો. તેને લઇને પાલિકામાં વિવાદ પણ થયો હતો. વકીલ દ્વારા પ્રમુખને પત્ર પાઠવી ગત 20મી મેની રજૂઆતનો હવાલો આપીને હાલ રજૂઆત બાદ કામ શરૂ થવું જોઇએ તેને બદલે બંધ કરી દેવામાં આવતાં વરસાદનો સમય હોઇ ખુલ્લામાં પડતા નાળાના કચરાને લઇને પાણી ભરાતા બિમારીની દહેશત વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહી ન કરાય તો કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત કરતાં જ પાલિકામાં દોડધામ મચી ગઇ છે.

શહેરના વકીલ સુધીર ચંદનાનીએ પાલિકા પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.12-બી અને વોર્ડ 12-સી વચ્ચે એસઆરસીએ એલોટ કરેલા પ્લોટમાં 3થી 4 ફુટ મુકીને પાલિકાએ 2008-09માં વરસાદી પાણીના નિકાલના નાળા બનાવ્યા હતા. નાળાની ઉંચાઇ રસ્તાના લેવલથી અમુક પ્લોટની સમાતંર અને કેટલાક લેવલથી એકથી બે ફુટ ઉંચા બનાવ્યા હતા. પ્લોટની હદ અને રોડ લેવલને ધ્યાનમાં ન રાખતાં પ્લોટ હોલ્ડર, દુકાનદારોને અવરજવરમાં તકલીફ ભોગવવી પડી હતી. વરસાદી નાળા પર સિમેન્ટનો બનાવેલા સ્લેબની ગુણવત્તા પણ નબળી હોઇ તુટી ગયો હતો.

ત્યાર બાદ પાલિકાએ ઢાંકણા નખાવવા પડ્યા હતા. હાલ અમુક વિસ્તારમાં 20થી 30 ટ્રેક્ટર પણ ઉપાડી શક્યા નથી અને વધારે ટ્રેક્ટરો નાળાને સાફ કરવા માટે પણ ઓછા પડી રહ્યા છે. નાળાના ખુલ્લા કરવાની માગણી કરી છે. લોકોને અવરજવર માટે સરળતા રહે તે માટે કરેલી રજૂઆત સમયે પાલિકા પ્રમુખના પતિ ધર્મેન્દ્ર ટિલવાણીએ જવાબ આપ્યા હતા તે મુદ્દો પણ સમાવીને નગરપાલિકા અધિનિયમમાં પ્રોક્સી પ્રમુખની જોગવાઇ છે તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...