તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યકરોમાં કચવાટ:ભાજપ અનુ.જાતિ મોરચામાં થયેલી વરણીનો વાદ-વિવાદ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સાથે અગાઉ જોડાયેલા કાર્યકરને હોદ્દો આપ્યો ?
  • યુવા મોરચામાં પણ હોદ્દાની લ્હાણી મુદ્દે કાર્યકરોમાં કચવાટ

ગાંધીધામ શહેર- તાલુકામાં ભાજપ દ્વારા વિવિધ મોરચા, મંડળ, સેલની રચના કરવામાં આવી છે. રચનાની જાહેરાતની સાથે કહીં ખુશી કહીં ગમનો માહોલ પણ અગાઉની જાહેરાતોમાં જોવા મળ્યો હતો. ભાજપ અનુ.જાતિ મોરચામાં એક હોદ્દેદારને અપાયેલા હોદ્દાના મુદ્દે અન્ય વર્તૂળો દ્વારા વિરોધ કરીને કોંગ્રેસનું કામ કર્યું હોવાનું જણાવી કચવાટ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ સૂત્રોના દાવા મુજબ યોગ્યરીતે જ વરણી કરવામાં આવી હોવાની દલીલ કરવામાં આવી રહી છે.

ભાજપમાં જુથબંધીનું ગ્રહણ અવારનવાર વિવાદો સર્જતું હોય છે. પાલિકાની ટિકિટની વહેંચણીથી લઇને પાલિકામાં કમિટિઓની રચનામાં પણ કરવામાં આવેલી વરણીમાં ક્યાંકને ક્યાં હજુ પણ વાદ-વિવાદો ચાલી રહ્યા છે. લાંબા સમયથી ભાજપ સંગઠનના જુદા જુદા માળખામાં હોદ્દેદારોની વરણી કરવા માગણી પણ ઉઠતી હતી.આખરે તાજેતરમાં મહિલા મોરચા, યુવા મોરચા, વિવિધ સેલના મંડળોની રચના કરવામાં આવી છે. જેમાં કેટલાક મોરચામાં ચણભણાટ પણ વરણીને લઇને ઉઠી રહ્યો છે.

દરમિયાન સૂત્રોના દાવા મુજબ અનુ.જાતિ મોરચામાં કરવામાં આવેલી વરણીમાં કોંગ્રેસનું કામ કર્યું હોવાનું જણાવીને રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે કામ કર્યું હોવાની દલીલ પણ કરાઇ રહી છે. યુવા મોરચામાં પણ એક જ વોર્ડમાંથી બબ્બેને પ્રતિનિધિત્વ સહિતની વરણી કરાઇ હોવાની બૂમરાડ ઉઠી રહી છે. જેને લઇને કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...