વિવાદ:ગાંધીધામમાં હેડ વોટર વર્કસની જાળવણીના કામનો વકરતો વિવાદ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકાના ઉપપ્રમુખે ટેન્ડર રદ્દ કરવા કરી છે માગણી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા 75 લાખથી વધુ રકમના કામો કે જેમાં હેડ વોટર વર્કસ સંચાલન અને જાળવણી સહિતના જે એક જ એજન્સીને ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ટેન્ડર વગર અપાયા છે. આ બાબતે કમિશનરથી લઇને શહેરી વિકાસ મંત્રી સુધી મામલો મોકલવામાં આવતાં પાલિકાના વાતાવરણમાં ગરમી આવી છે. દરમિયાન આજે ભાજપના નગરસેવકના જૂથમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો હતો અને ટીકા ટીપ્પણ ચાલું રહી હતી.

નગરપાલિકાના વહીવટદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ વખત ટેન્ડર બહાર પાડીને જામનગરની જાડેજા એજન્સીને કામ આપવામાં આવ્યું છે. નિયમ મુજબ જ કાર્યવાહી થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઉપપ્રમુખ અને પાલિકાના પ્રહરી બળવંત ઠક્કર દ્વારા વર્ક ઓર્ડર રદ્દ કરવા કરવામાં આવેલી માગણીનો મુદ્દો આજે પાલિકાના વર્તૂળોમાં ચર્ચાસ્પદ રહ્યો હતો. ખુદ ભાજપના વર્તૂળોમાં સંગઠનથી લઇને કાર્યકરોમાં આ બાબતે પ્રત્યાઘાત પડ્યા હતા. પાલિકાના જ હોદ્દેદાર દ્વાાર કરવામાં આવેલા આક્ષેપની બીજી બાજુ સામા પક્ષે નીતિ નિયમ મુજબ જ કામ અપાયું છે તેમ જાહેર કર્યું છે. હવે આ મુદ્દો આગામી દિવસોમાં આગળ વધે છે કે ભાજપનું સંગઠન દબાવી દે છે તે અંગે પણ કાર્યકરોમાં અનેકવિધ અટકળો થઇ રહી છે.

નગર પાલિકાનું ગાડું ક્યારે આગળ વધશે?
નગરપાલિકામાં વર્ષોેથી ભાજપનું શાસન છે. અવારનવાર જુદા જુદા મુદ્દાઓ પર વિવાદો થઇ ચૂક્યા છે. જે તે સમયે થતા વિવાદમાં વિકાસ કામમાં ટેન્ડરમાં રિંગ પ્રર્થા અપનાવ્યા હોવા સહિતનો મુદ્દો અગાઉની બોડીમાં ચર્ચાસ્પદ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...