ભુજ:આદિપુરમાં ક્વોરન્ટાઇનના સમયગાળાનો વિવાદ વકર્યો

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુર 2-બી વિસ્તારમાં આવેલા કેસ પછી કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યો હતો. તારીખ 27મી મુદ્દત પુરી થઇ ગયા પછી પણ હજુ ખોલવામાં ન આવતાં 70 જેટલા પરીવારોને મુશ્કેલી પડી રહ્યાની ફરીયાદ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જે તે દિવસે કેસ આવ્યો ત્યાર પછીના દિવસોની ગણતરી કરાય તેવી દલીલ કરવામાં આવી રહી છે. આદિપુરના 2-બી વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન કરવામાં આવ્યા પછી 70 જેટલા પરીવારો હાલ બહાર નિકળી શકતા નથી તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રહેલા કેટલાક પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના મુદ્દે રહીશોએ ફરીયાદ કરી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મંત્રી વાસણભાઇ આહિર વગેરેને રજૂઆત છતાં પરીણામ આવ્યું નથી. નગરસેવિકા ઉષા મીઠવાણી અને તેના પતિ નંદુ મીઠવાણી અને જેપી મહેશ્વરીને બાદ કરતા અન્ય કોઇ આગેવાન ડોકાતા ન હોવાની ફરીયાદ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...