તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ તાલુકા પંચાયતના ઇજનેર ચાવડા સામે ગ્રામ પંચાયત અને સરપંચ સંગઠન દ્વારા તબક્કાવાર રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારી વિકાસ કામની વિઝીટ લેતા નથી તે સહિતના મુદ્દે થયેલી રજૂઆત પછી લોકડાઉનને કારણે આ મુદ્દો શાંત રહ્યા પછી હવે ઉખેળાયો છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને અહેવાલ મોકલી આપવામાં આવશે. ત્યાર બાદ અધિકારી સામે શું કાર્યવાહી થાય છે તેની ઉપર સરપંચ વર્તુળોની મીટ મંડાણી છે. કચ્છની સૌથી નાનામાં નાની ગણાતી તાલુકા પંચાયતમાં જોવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ભાજપનો દબદબો છે. કોંગ્રેસના સભ્યો છે તે પણ વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇએ તે ભજવતા નથી તેવું ચિત્ર અવારનવાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઉપસી ચૂક્યું છે. દરમિયાન સરપંચ સંગઠન અને ગ્રામ પંચાયતો દ્વારા પંચાયતના ઇજનેર ચાવડા સામે વિવિધ ફરીયાદ કરવામાં આવી હતી. સ્થાનિકથી લઇને ઉચ્ચ કક્ષાએ કરેલી ફરીયાદ પછી તેની સામે અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના પછી લાંબા સમય વિત્યાની સાથે લોકડાઉનની સ્થિતિ હોવાથી હવે આગળની કાર્યવાહી હાથ ધરાય તેમ જણાય છે. તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને આ અંગેનો અહેવાલ આપવામાં આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.