સેમિનાર:દેશના લોકોને એક તાંતણે બાંધવા હિન્દી ભાષાનો ફાળો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તોલાણી આર્ટસ કોલેજમાં સેમિનાર યોજાયો
  • ​​​​​​​વિદ્યાર્થીઓને કેરીયર બનાવવા ભરપુર તક

તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ અને ગુજરાત હિંદી પ્રાધ્યાપક સંગમ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘હિંદી કી સાંસ્કૃતિક એકતા’ વિષય પર ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા દ્વારા દેશના લોકોને એક તાંતણે બાંધવાનું હિંદી ભાષાનું અમૂલ્ય યોગદાન હોવાનું જણાવાયું હતું.

યોજાયેલા સેમિનારમાં ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ અધ્યયન સંસ્થાનના ડીન ડૉ. સંજીવ દુબેએ હિંદી વિષયની સંસ્કૃતિક એકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ભારતના આઝાદી અપાવવામાં કે ભારતીય લોકોને એક તાંતણે બાંધવામાં હિંદી ભાષાનું અમૂલ્ય યોગદાન છે. હિંદી ભાષા ભારતમાં 60 કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે અને 80થી 90 કરોડ આ ભાષાને સમજે છે. તેમને હિંદી ભાષાની રોજગાર ક્ષમતા પર જણાવ્યું હતું કે, ફિલ્મ, નાટક, અનુવાદ, પત્રકારિતા વગેરે ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કેરીયર બનાવવા માટે ભરપુર તક રહી છે.

સંસ્થાનો પરીચય હિંદી વિભાગના અધ્યક્ષ ડૉ. રેણું હિંગોરાણીએ આપ્યો હતો. વક્તાનો પરીચય આચાર્ય ડૉ. સુશીલ ધર્માણીએ કરાવ્યો હતો. ટેકનીકલ સહયોગ ડૉ. મિતેશ પટેલે આપ્યો હતો. બહોળી સંખ્યામાં વિદ્યાર્થી, અધ્યાપકો જોડાયા હતા. આભારવિધિ પ્રો. મહેન્દ્ર સીજુએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...