તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કોરોનાની સંભવીત ત્રીજી લહેર મુદ્દે ચિંતન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયં સેવક અભિયાન અંતર્ગત શહેર, તાલુકાનો કાર્યક્રમ યોજાયો
  • તબીબો દ્વારા માર્ગદર્શન પુરૂં પાડી વેક્સિન લેવાની બાકી હોય તો જલ્દી તેની વ્યવસ્થા કરાવવા ભાર મુકાયો

ગાંધીધામ- આદિપુર સંકુલમાં કોરોનાના બે રાઉન્ડમાં 10થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવવાની નોબત આવી હતી. ઓક્સિજન ન મળે તેવી સ્થિતિમાં મૃત્યુ પામ્યાની બાબતની પણ બૂમરાડ ઉઠી હતી. બીજી તરફ ત્રીજી લહેરની સંભાવનાની સામે લોક સહયોગથી લડી લેવા તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આજે ટાઉનહોલ ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયં સેવક અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તબીબો દ્વારા ભાજપના કાર્યકરો સહિતનાને માર્ગદર્શન આપીને કોરોનાની સ્થિતિમાં શું કરવું? શું ન કરવું? તે સહિતની માહિતી પુરી પાડી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયાએ કોવિડની સમજણ આપીને ઉંડાણ પૂર્વક માહિતી આપી જણાવ્યું હતું કે, કોરોના ડિકલેર થયા બાદ દર્દીને ઘરે શું ખાવું? શું પીવું કે હોસ્પિટલમાં દાખવ કરવો પડે તો શું કરવું? તથા સગા સંબંધી તેના સંપર્કમાંઆવ્યા હોય તો તેને શું કાળજી રાખવી? તે અંગે વિસ્તૃત વિગતો આપી હતી. વેક્સિનના ડોઝ હાલ આપવામાં આવી રહ્યા છે. જેમાં જે તે વોર્ડના કોઇ નાગરીક રહી ગયા હોય તો તેની જાણકારી નગર સેવક દ્વારા આ બાબત જણાવવામાં આવશે તો જરૂર પડે કેમ્પ યોજવા પણ તંત્ર તૈયાર છે તે જણાવાયું હતું.

ઓક્સિન લેવલથી લઇને સંભવિત ત્રીજી લહેરમાં બાળકો અને સગર્ભા મહિલાઓ માટે શું કાળજી રાખવી તેની પણ માહિતી આપી હતી. આઇએમએના પ્રમુખ ડૉ. ધૈવત મહેતાએ માનસીક સ્વાસ્થ્ય સહિતની બાબતોને આવરી લઇને વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જ્યારે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ કોરોના સંબંધિત વિગતો રજૂ કરીને તેની સામે લેવાઇ રહેલા પગલાની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણી, શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, પુનીત દુધરેજીયા, બળવંત ઠક્કર, નરેશ ગુરબાની, મહેન્દ્ર જુણેજા, તેજસ શેઠ, સંજય ગર્ગ, કમલ શર્મા, પપ્પુ ઘેડા, ચમનભાઇ વગેરે હાજર રહ્યા હતા. સંચાલન કૈલાશબેન ભટ્ટ અને આભારવિધિ બાબુ ગુજરીયાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...