તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:પરીવારને 4 લાખની સહાય સહિતના મુદ્દે કોંગ્રેસ લડત ચલાવશે : મોઢવાડીયા

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં મૃત્યુ પામેલાના સ્વજનોને સાન્તવના પાઠવી
  • આદિપુર, અંજાર, સાપેડા, રતનાલ વગેરે ગામોની મુલાકાત લીધી

કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નિવડેલી કેન્દ્રની તથા રાજ્યની ભાજપ સરકાર સામે પ્રજામાં જનઆક્રોશ છે. બેડ, રેમડીસીવિયર ઇન્જેકશન, ઓક્સિજનના અભાવે સરહદી કચ્છ જિલ્લામાં મોતને ભેટ્યા હતા. છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહી છે. જેના વિરોધમાં આજે કોંગ્રેસે કાર્યક્રમ યોજ્યો હતો. કોરોનામાં અવસાન પામેલા પરિવારને સાન્તવના પાઠવવા પૂર્વ પ્રદેશ પ્રમુખે આદિપુર, અંજાર, સાપેડા, રતનાલ, ભાદ્રોઇ ગામોની મુલાકાત લીધી હતી.

ન્યાય યાત્રામાં કોવિડ મૃતકના પરીવારના ચાર લાખ સહાય, આરોગ્ય રાહત પેકેજ, પરિવારને સરકારી નોકરીની માગણી ન સંતોષાય ત્યાં સુધી કોંગ્રેસ લડત ચલાવશે તેમ જણાવ્યું હતું. અર્જૂન મોઢવાડીયાએ ગુજરાતની ભાજપ સરકારને આડેહાથે લેતાં જણાવ્યું હતું કે, સરકાર પાંચ વર્ષની ઉજવણી કરતાં શરમ અનુભવતી નથી. આ યાત્રામાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, સંજય ગાંધી, ચેતન જોશી, ભરત ગુપ્તા, એબેઝ યેસુદાસ, કપિલ પાંધી, રમેશ ડાંગર, વી.કે. હુંબલ, ભોજાભાઇ રબારી, ગોવિંદ દનિચા તથા અન્ય આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...