તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:શહેર તાલુકાના વેપારી ભાઈઓને કોંગ્રેસનુ આહવાન, બંધના એલાનમાં જોડાઈ ખેડૂતોને સમર્થન કરો

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાર્યક્રમમાં ગેરહાજર કાર્યકરોની નોંધ લેવાની ચિમકી

કિસાનોના ચાલી રહેલા આંદોલનને ટેકો આપવામાં આવી રહયો છે. તા.8ના દેશવ્યાપી બંધને સફળ બનાવવા તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ આ બંધને સમર્થન આપી આવતી કાલની રણનીતિ તૈયાર કરી છે. સંકુલના વેપારીઓને બંધમાં જોડાવવા આહવાન આપેલ છે. ગાધીધામ શહેર તાલુકા ના તમામ વેપારીઓને ખેડૂતો ના સમર્થનમાં તા. 8 ના મંગલવારે પોતાના કામધંધા, દુકાનો, ઓફીસો, બંધ રાખી જોડાવવા કોગ્રેસે અપીલ કરી છે. કાર્યકરોને પણ સવારે 10 વાગે બાબા સાહેબ આંંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી બાબા સાહેબ ની પ્રતિમા ના હારા રોપણ કરી બંધ ને સફળ બનાવવા બહોળી સંખ્યામાં હાજરી આપવા સુચના આપી છે.

જે કાર્યકરો કે આગેવાનો આ કાર્યક્મમાં નહી જોડાય તેની પ્રદેશ કક્ષાએ ગેર હાજરીની નોંધ લેવાશે તેવી ચિમકી પણ શહેર અને તાલુકાના પ્રમુખ સંજય ગાંધી,ગનીભાઈ માંજોઠીએ આપી છે. ઉલ્લેખનીય છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સંજોગોમાં વિપક્ષ તરીકે સક્રિય ભુમિકા ભજવવા કોંગ્રેસે વધુ મહેનત કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. અગાઉ પણ શહેરના જુદા જુદા પ્રશ્નો કે સમસ્યાઓ ઉઠાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો