તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકાની 52 બેઠકો અને તાલુકા પંચાયતની 16 તથા જિલ્લા પંચાયતની 2 બેઠકોની ચૂંટણી માટે શનિવારે અંતિમ દિવસે ઉમેદવારી પત્ર ભરવામાં ભારે ઘસારો રહ્યો હતો. 25 હજારથી વધુ મત હોવા અંદાજ ઘરાવતા પરપ્રાંતિયો કે જેઓ વર્ષોથી અને કેટલાક તો પેઢી દરપેઢી અહીં વસવાટ કરી રહ્યા છે તેના પ્રતિનિધિત્વમાં જોવામાં આવે તો કોંગ્રેસે 10 અને ભાજપે 5ને ટિકિટ આપી છે. ભાજપે જૈનમાં 1ને જ તક આપી છે. બન્ને પક્ષોએ અન્ય જ્ઞાતિઓને પણ સમાવવા પ્રયાસ કર્યો છે.
દરમિયાન ઉમેદવારી પત્રો ભરાયા પછી હવે સોમવારે ફોર્મની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે. ચકાસણી બાદ તા.16ના ફોર્મ પરત ખેંચાયા પછી કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, બીજી બાજુ કેટલાક વોર્ડમાં મતનું વિભાજન કરી શકે તેવા સક્ષમ અપક્ષ કે અન્ય ઉમેદવારોને મેદાનમાં ઉભા રાખવા કે બેસાડી દેવા માટેના દાવપેચ શરૂ થશે તેમ જણાય છે. નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી હતી.
સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મહત્વની ગણાતી આ ભાજપના ગઢ સમાન સંસ્થા કબ્જે કરવા કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. સામા પક્ષે ભાજપે પણ કોઇપણ સંજોગોમાં પાલિકા પર પુન: કબ્જો કરવાની તૈયારી શરૂ કરી છે. દરમિયાન ભરાયેલા ફોર્મમાં પ્રાથમિક દ્રષ્ટીએ ઉડતી નજર નાખવામાં આવે તો જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અને કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધીના દાવા મુજબ 10 જેટલી બેઠકો પરપ્રાંતિય વર્ગને આપવામાં આવી છે.
જ્યારે ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ 5 બેઠકો આ વર્ગને આપવામાં આવી છે. બન્ને પક્ષે 3 જેટલા વકીલો મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના વોર્ડ નં.11માં નિતેશ માતંગ એમબીએ સુધી અભ્યાસ કર્યો છે. મોટા ભાગની મહિલાઓ ગૃહિણી છે. ભાજપે અન્ય સમાજમાં લોહાણા સમાજમાં 3 ટિકિટ ફાળવી છે. ગત સમયે 2 ટિકિટ આપવામાં આવી હતી.
તબીબ, એન્જિનિયર કક્ષાના વર્ગને બન્ને પક્ષે બાકાત રાખ્યા
બન્ને મુખ્ય પક્ષોની યાદી પર ઉડતી નજર નાખવામાં આવે તો એક એવું પણ મૂલ્યાંકન થઇ રહ્યું છે કે, તબીબ કે એન્જિનિયર કોઇ મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. જોકે, ભાજપમાં ગત ટર્મમાં જોવામાં આવે તો ડૉ. દર્શના ઝાલા અને એન્જિનિયરમાં રાજેશ ભરાડીયાનો સમાવેશ થતો હતો. આ બન્નેને આ વખતે ભાજપે ટિકિટ આપી નથી.
ભાજપમાં હોદ્દેદારોના રાજીનામાથી ચૂંટણી સમિતિ બનાવાશે?
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશની માર્ગદર્શીકાને અનુસંધાને હોદ્દેદારો કે તેના સગાને ચૂંટણી મેદાનમાં ઝંપલાવવું હોય તો હોદ્દો છોડવો પડશે. જેના અનુસંધાને પ્રમુખ પુનીત દુધરેજીયા, બે મહામંત્રી તારાચંદ ચંદનાની, વિજયસિંહ જાડેજા, ઉપપ્રમુખ નંદુ મીઠવાણી વગેરેએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધાના સંકેત મળી રહ્યા છે. ચૂંટણીના સંદર્ભે સમિતિ બનાવવામાં આવશે જે હાલ સમગ્ર મોનીટરીંગ કરશે. ચૂંટણી પૂર્ણ થયા પછી પ્રમુખની વરણીની જાહેરાત થાય તેવી શક્યતા છે.
પરપ્રાંતિય ઉમેદવારો
વર્ષોથી અહીં સ્થાયી થયેલા પરપ્રાંતિયોમાં ભાજપે કમલ શર્મા, સંજય ગર્ગ, સિતા રાવ, એ.કે. સિંઘ, રામકરણ તિવારીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે મહાવીરસિંહ ચૌધરી, ખુશ્બુ ચેતન વિશ્વકર્મા, નઝમા મુમતાજ અન્સારી, ભરત કિશનલાલ ગુપ્તા, ઉમાબેન સૈની, કમલજીત અમરજીતસિંહ વસન, એબેઝ યશુદાસ, અમૃતાદાસ ગુપ્તા, શૈલેન્દ્ર મિશ્રા, રાધાસિંહ ચૌધરીને મેદાને ઉતાર્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.