તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:પાલિકામાં બેકાબુ ભ્રષ્ટાચાર અંગે વીજીલન્સ કમીશનને ફરિયાદ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના ધારાશાસ્ત્રીએ પત્ર પાઠવી સ્થિતિ વર્ણવી

ગાંધીધામના ધારાશાસ્ત્રીએ નગરપાલિકા દ્વારા આચરાતી ગેરરીતીઓનો કચ્ચો ચીઠ્ઠો ગુજરાત વીજીલન્સ કમીશન અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને મોકલીને આ અંગે તપાસ અને કાર્યવાહીની માંગ કરતા ચકચાર મચવા પામી હતી. ગાંધીધામમાં વર્ષોથી કાયદીયક સ્તરે સક્રિય એવા સુધીર વી. ચંદનાનીએ સી.આર. પાટીલ અને વીજીલન્સ કમીશનરને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગાંધીધામ પાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર દિવસો દિવસ બેકાબુ બનતો જાય છે. જેના કારણે ભ્રષ્ટાચારીઓને ફાયદો અને પ્રજાના ટેક્સના પૈસા પાણી અને શહેર બદસુરત થઈ રહ્યુ છે.

ચાર પાંચ દિવસના અંતરે શહેરવાસીઓને અપાતુ પીવાનું પાણી અપુરતુ છે અને સરકારની સુચનાનું પાલન પણ થઈ રહ્યું નથી. પાલિકાના ઉપપ્રમુખે ભષ્ટાચારને દુર કરવા અને લાખો રુપીયાની બચત કઈ રીતે કરી શકાય તે માટે કારોબારી સમિતીને કરેલા સુચનોને તેમણે સમર્થન આપતા મુખ્ય અધિકારી અને પદાધિકારી તે દિશામાં કામ કરે તેવી માંગ કરી છે.

આ અંગે ભ્રષ્ટાચારનો દાખલો આપતા તેમણે જણાવ્યું કે તા. 20/05ના પાલિકા પ્રમુખને રુબરુ મળિને વોર્ડ 12બીમાં આવેલા પ્લોટ નં. 204 થી 323ની આગળ ત્યારબાદ આવેલા રોડ સામે પ્લોટ નં. 572 થી 601, વોર્ડ નં. 12સીની આગળ બાજુએ વરસાદી પાણી નિકાલ માટે બનાવેલા નાળાઓ રોડથી આશરે 2 ફુટ ઉંચા છે. જેમને રોડ લેબલ કરી તેના પર ઢાંકણા નાખવાનો અંદાજીત ખર્ચે 24 લાખ થાય છે, તે મેસર્સ ખોડલ કંટ્રક્શનને અપાયું હતું. જે છ મહિનામાં પુર્ણ થવાનું હતું. સાત મહિના બાદ પણ પુર્ણ થયેલ નથી.

થર્ડ પાર્ટી ઈન્પેક્શનમાં ઠેકેદારની કામગીરીથ સંતોષકારક નથી તેવો રિપોર્ટ છતાં પાલિકાના ઈન્જીનીયર કેમ ચુપ છે? ઠેકેદારે પોતાના ખર્ચે નાખવાની જગ્યાએ પાલિકાનાજ અગાઉ નાખેલા ઢાંકણા નાખી દીધા છે તેનું શું? સહિતના પ્રશ્નોએ રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...