તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચીરઇની ચકચારી લૂંટમાં ગયેલો 69.44 લાખનો મુદ્દામાલ ફરિયાદીને પરત કરાયો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 49.44 લાખની કિંમતના સોયાબીન તેલની લૂંટમાં ફરિયાદી માટે સુખદ અંત
  • 11/8 ના બનેલી આ ઘટનામાં પોલીસે 8 આરોપીઓ પકડી લીધા છે, એક હજી ફરાર

ભચાઉના ચીરઇ નજીક તા.11/8 ના બાઇક પર આવેલા ત્રણ બુકાનીધારી ઇસમોએ છરીની અણીએ રૂ.49.44 લાખનું સોયાબીન રિફાઇન તેલ ભરેલા ટેન્કરની ચકચારી લૂંટને અંજામ અપાયા બાદ સ્થાનિક પોલીસે આ ઘટનાને અંજામ આપનાર સહિત કુલ 8 આરોપીઓને પકડી લીધા છે એક આરોપી હજી ફરાર છે. આ લૂંટના બનાવમાં કોર્ટના હુકમ મુજબ પોલીસે 49.44 લાખના સોયા રિફાઇન તેલ અને ટેન્કર સહિત કુલ રૂ.69.44 લાખનો મુદ્દામાલ ફરિયાદીને પરત કરતાં સુખદ અંત આવ્યો હતો.

આ બાબતે પીઆઇ જી.એલ.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કંડલાના ઇમામી એગ્રોમાંથી રૂ.49,44,480 ની કિંમતનું 33.880 ટન સોયાબીન રિફાઇન તેલ ટેન્કરમાં ભરીને પંજાબના અમૃતસર ખાતે હિન્દુસ્તાન ઓઇલ ટ્રેડર્સ ખાતે જવા નિકળેલા રમનદિપસિંઘ ગુરૂચરણસિંઘ નંદગામ પાસે પહોંચ્યા હતા ત્યારે ત્રણ બુકાની ધારીઓએ ચાકુની અણીએ ડ્રાઇવરના આંખે પાટા બાંધી ટેન્કર બાવળની ઝાડીઓમાં લઇ જવાાયું હતું અને ચકચારી લૂંટને અંજામ અપાયો હતો.

આ બાબતે ફરિયાદીએ તા.11/8 ના રોજ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાવ્યા બાદ પોલીસે આ લૂંટને અંજામ આપનાર અંજારના ભીમાસરના જયેશ કાનજી આહિર, મીઠીરોહરના પ્રકાશ શામજીભાઇ આહિર, આદિપુરના અમિત નરેન્દ્રભાઇ ભટ્ટ, મીઠીરોહરના સલીમ અબ્દુલ ઉર્ફે અભુભાઇ નાઇ, ગળપાદરના સાજીદ કરીમ કાઠી, ભુજના હાસન હારૂન સિદ્દી, અંજારના સંઘડ રહેતા ગોપાલ રવજીભાઇ ડાંગર અને ભચાઉના નંદગામ રહેતા મુળ સંઘડના ભરત માલાભાઇ મ્યાત્રાને પોલીસે પકડી લીધા હતા. જ્યારે પડાણાના ગની સુલેમાન ઉર્ફે સલિયો

હજી પણ ફરાર છે.
આ લૂંટમાં ગયેલો રૂ.49,44,480 ની કિંમતનું 33.880 ટન સોયાબીન રિફાઇન તેલ તથા રૂ.20 લાખની કિંમતનું ટેન્કર મળી કુલ રૂ.69,44,480 નો મુદ્દામાલ પોલીસે રિકવર કરી કોર્ટના હુકમ મુજબ ફરિયાદી રમનદિપસિંઘ ગુરૂચરણસિંઘને પરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...